મંદિરના હૉર્ડિંગમાં દેવી સાથે છપાઈ પૉર્ન સ્ટારની તસવીર, તામિલનાડુમાં વિવાદ

09 August, 2024 07:19 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

તામિલનાડુના કાંચીપુરમમાં હાલ મિયા ખલિફાને લઈને મોટો વિવાદ ખડો થયો છે. અહીં મંદિરના હૉર્ડિંગ પર મિયા ખલીફાની તસવીર હિંદૂ દેવી સાથે છાપવામાં આવી હતી.

મિયા ખલીફા (તસવીર સૌજન્ય મિડ-ડે)

તામિલનાડુના કાંચીપુરમમાં હાલ મિયા ખલિફાને લઈને મોટો વિવાદ ખડો થયો છે. અહીં મંદિરના હૉર્ડિંગ પર મિયા ખલીફાની તસવીર હિંદૂ દેવી સાથે છાપવામાં આવી હતી. વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ યૂઝર્સ દંગ રહી ગયા. આ હૉર્ડિંગમાં મિયાને `પાલ કુદમ` સાથે બતાવવામાં આવ્યા છે.

તામિલનાડુના કાંચીપુરમમાં એક મંદિરના હૉર્ડિંગ પર પૉર્ન સ્ટાર મિયા ખલીફાની તસવીર દેખાઈ દેતા ઈન્ટરનેટ યૂઝર્સ દંગ રહી ગયા છે. આ હૉર્ડિંગ આદિ તહેવારના અવસરે લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટરની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. આદિ ફેસ્ટિવલ તામિલનાડુમાં એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જે વર્ષા અને નદીઓની પૂજા માટે ઉજવવામાં આવે છે. આ તામિલનાડુમાં એક ભવ્ય રીતે ઉજવવવામાં આવે છે, ખાસ કરીને મા અમ્મન (પાર્વતી)ના મંદિરોમાં. આ તહેવાર અનેક દિવસો સુધી ચાલે છે, આમાં લોકો મા અમ્મનની પૂજા કરે છે, ભજન અને કીર્તન કરે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આ તહેવાર તમિલનાડુની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે લોકોને એકતા અને ઉત્સાહ સાથે જોડે છે. આ તહેવાર પર લોકો નદીઓના કિનારે પૂજા કરે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

કુરુવિમલાઈના નાગથમ્મન અને સેલિયમ્માન મંદિરોમાં આડી ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગબેરંગી લાઈટો, હોર્ડિંગ્સ લગાવવા અને લોકોને આમંત્રણ આપવાનો સમાવેશ થાય છે.

મિયા ખલીફાના હોર્ડિંગ્સ કેમ લગાવવામાં આવ્યા?
આ દરમિયાન એક હોર્ડિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં મિયા ખલીફાની તસવીર છપાયેલી હતી. આ હોર્ડિંગ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. મિયા ખલીફાની તસવીરનો આ તહેવાર સાથે કોઈ સંબંધ નથી. આવી સ્થિતિમાં કાંચીપુરમના એક મંદિરના હોર્ડિંગ પર તેમની તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

પલ કુદમની તસવીર
મિયા ખલીફાની તસવીર એવી રીતે એડિટ કરવામાં આવી હતી કે જાણે તે `પલ કુદમ` લઈને આવી રહી હોય. `પલ કુદમ` દક્ષિણમાં દૂધથી ભરેલા વાસણનો ઉલ્લેખ કરે છે, જે તહેવાર દરમિયાન દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તે પરંપરાગત પ્રસાદનો એક ભાગ છે.

વિવાદ બાદ હોર્ડિંગ હટાવવામાં આવ્યું
હોર્ડિંગ્સ લગાવનારા લોકોએ એ પણ સુનિશ્ચિત કર્યું કે આધાર કાર્ડ ફોર્મેટમાં તેમના નામ સાથે તેમના ફોટા પણ હોર્ડિંગ્સમાં દેખાય. આ તસવીર વાયરલ થયા બાદ મગરાલ પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી કરીને હોર્ડિંગ હટાવી લીધું હતું.

લેબનોનની વતની મિયા ખલીફા જાણીતી અમેરિકન પોર્ન સ્ટાર રહી ચુકી છે. દુનિયાભરના લોકો તેની પોર્ન ફિલ્મોના દિવાના છે. પરંતુ મિયા ખલીફા હવે અમેરિકન નાગરિક છે અને તે અમેરિકામાં જ રહે છે.

united states of america tamil nadu national news viral videos social media