રામમંદિરના અભિષેક પહેલાં મેક્સિકોને પણ મળ્યું પહેલું રામમંદિર

23 January, 2024 11:02 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં રવિવારે રામનું પહેલવહેલું મંદિર સ્થપાયું હતું.

મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં રામનું પહેલવહેલું મંદિર

ગઈ કાલે અયોધ્યામાં રામલલ્લાનો અભિષેક થયો એની પૂર્વસંધ્યાએ સાત સમંદર પાર મેક્સિકોમાં પણ એક રામ મંદિરની સ્થાપના થઈ. મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં રવિવારે રામનું પહેલવહેલું મંદિર સ્થપાયું હતું. ભારતીય શ્રદ્ધાળુઓ દ્વારા રામભજનો, ધૂન અને આરતી સાથે રામ, લક્ષ્મણ, જાનકીની સાથે હનુમાનજી પણ હોય એવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી. અભિષેકનું કામ એક અમેરિકી પૂજારીએ કર્યું હતું અને આ મૂર્તિ ભારતથી ખાસ બનાવડાવીને લઈ જવામાં આવેલી. મેક્સિકોના ભારતીય દૂતાવાસે ‘એક્સ’ પર તસવીરો શૅર કરી હતી.

national news ayodhya ram mandir mexico