મૌની અમાવસ્યાએ આઠથી ૧૦ કરોડ લોકો કુંભમાં સ્નાન કરે એવી શક્યતા : યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો યોગીનો આદેશ

18 January, 2025 09:23 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

મૌની અમવસ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે એથી વધતી જતી ભીડને પગલે તૈયારીઓને ઉચ્ચ સ્તરે લઈ જવી પડશે.

મૌની અમાવસ્યાએ આઠથી ૧૦ કરોડ લોકો કુંભમાં સ્નાન કરે એવી શક્યતા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક વખતે કહ્યું હતું કે હવે ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના પવિત્ર અને અમૃત સ્નાનના દિવસે ત્રિવેણી સંગમતટે આશરે આઠથી ૧૦ કરોડ લોકો સ્નાન કરે એવી શક્યતા છે અને એ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે. મુખ્ય પ્રધાને અધિકારીઓને સૂચના આપી હતી કે મૌની અમવસ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે એથી વધતી જતી ભીડને પગલે તૈયારીઓને ઉચ્ચ સ્તરે લઈ જવી પડશે.

૭ + કરોડ
૧૨ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરીની બપોરના ૧૨ વાગ્યા સુધીમાં આટલા લોકોએ સંગમમાં ડૂબકી લગાવી

yogi adityanath prayagraj kumbh mela uttar pradesh religion religious places national news news