ભારતમાં વાઘની સંખ્યા થઈ ૩૬૮૨

02 December, 2024 12:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં ૨૦૨૨ની ગણતરી પ્રમાણે વાઘની સંખ્યા ૩૬૮૨ થઈ ગઈ છે. ૨૦૧૮માં વાઘની સંખ્યા ૨૯૬૭ હતી એ જોતાં એમાં ૬ ટકાનો વધારો થયો છે,

વાઘની પ્રતિકાત્મક તસવીર

ભારતમાં ૨૦૨૨ની ગણતરી પ્રમાણે વાઘની સંખ્યા ૩૬૮૨ થઈ ગઈ છે. ૨૦૧૮માં વાઘની સંખ્યા ૨૯૬૭ હતી એ જોતાં એમાં ૬ ટકાનો વધારો થયો છે, જે ભારતના વન્યજીવન-સંવર્ધનના પ્રયાસોની સફળતા સૂચવે છે. આ માહિતી તાજેતરમાં પાર્લમેન્ટમાં આપવામાં આવી હતી.

૨૦૦૬માં ભારતમાં વાઘની વસ્તી ૧૪૧૧ હતી એ જોતાં આજની તારીખમાં એ ડબલ કરતાં વધુ છે. કેટલાંક રાજ્યોની વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં ૨૦૧૮માં વાઘની વસ્તી ૫૨૬ હતી જે ૨૦૨૨માં ૭૮૫ પર પહોંચી હતી. એવી જ રીતે મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા ૩૧૨માંથી ૪૪૪ થઈ છે. ઉત્તરાખંડમાં વાઘની સંખ્યા ૨૦૧૮માં ૪૪૨ હતી એ ૨૦૨૨માં ૫૬૦ થઈ હતી. સુંદરબન્સમાં વાઘ ૮૮ પરથી ૧૦૧ની સંખ્યા પર પહોંચ્યા છે.

wildlife india national news news life masala