છત્તીસગઢ: માટીના દીવા બનાવીને માર્કેટમાં મૂક્યા, પણ ખરીદનાર નથી, છલકાયું દુઃખ

17 October, 2022 08:20 PM IST  |  Chattisgarh | Gujarati Mid-day Online Correspondent

હાલ સ્થિતિ એ છે કે દીવા તો તૈયાર છે પણ ખરીદનાર નથી મળી રહ્યા. દીવાળીના અવસરે માટીના દીવાની માગ પણ ખૂબ જ ઘટી દઈ છે. માટીના દીવાની માગ ઘટવાને કારણે જિલ્લાના કુંભારોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢના (Chhattisgarh) કોરબા જિલ્લામાં માટીના દીવા માર્કેટમાં વેચાવા માટે મૂકાઈ ગયા છે. પણ ખરીદનાર નથી. આ દિવાળી (Diwali) કોરબા જિલ્લાના કુંભારોને આશા હતી કે માટીના દીવા અને કળશના વેચાણથી તેમના વેપારમાં બરકત આવશે. આ આશા સાથે જ કુંભારોની ગતિ વધી અને ગામડામાં માટીના વાસણ બનાવનારા કુંભાક દિવસ રાત કામ કરવા માંડ્યા. પણ વરસાદ અને માર્કેટમાં વેચાતા ચાઈનીઝ સામાન અને ફેન્સી વસ્તુઓ થકી માટીના દીવા અને અન્ય સામાનના વેચાણમાં ઘટાડો થયો છે જેને કારણે કુંભારોની ચિંતા વધી ગઈ છે.

હકિકતે, માર્કેટમાં વેચાતા ચાઈનીઝ દીવા, પ્લાસ્ટિક તેમજ પીળી ફેન્સી સામગ્રીઓને કારણે માટીના દીવા અને કળશની માગ માર્કેટમાં ઘટી ગઈ છે. સસ્તી ચમકતી ચીની વસ્તુઓને કારણે દેશી માર્કેટ દરવર્ષે મંદ પડતું જાય છે. હાલ સ્થિતિ એ છે કે દીવા તો તૈયાર છે પણ ખરીદનાર નથી મળી રહ્યા. દીવાળીના અવસરે માટીના દીવાની માગ પણ ખૂબ જ ઘટી દઈ છે. માટીના દીવાની માગ ઘટવાને કારણે જિલ્લાના કુંભારોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. આ દરમિયાન માટીના દીવા બનાવી પરિવારનું ભરણ પોષણ કરનારા કુંભાર ખૂબ જ પરેશાન છે.

માટી દીવા અને કળશ સહિત અન્ય સામગ્રી બનાવીને પરિવારનું પાલન પોષણ કરનારા મનીષ પ્રજાપતિ અને પરમેશ્વરીએ જણાવ્યું કે તેમના જીવન વ્યાપનનો મુખ્ય વ્યવસાય માટીના વાસણ બનાવીને તેનું વેચાણ કરવાનો છે અને આ જ તેમનો વારસો છે. તેમણે જણાવ્યું કે દીવાળીને ધ્યાનમાં રાખીને તેમણે માટીના દીવા બનાવ્યા છે પણ ચાઈનીઝ સામાનને કારણે અત્યાર સુધી આશા પ્રમાણે વેચાણ થયું નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે દીવાળીને હજી ચાર પાંચ દિવસ બાકી છે, શક્ય છે કે આ દરમિયાન વેચાણ વધે અને તેમને નફો થાય.

આ પણ વાંચો : થ્રેડવર્ક સાથે ડિજિટલ પ્રિન્ટ છે ઇન થિંગ

માટીની સામગ્રી બનાવીને વેચનારા વૃદ્ધ ખિરોંદી બાઈએ જણાવ્યું કે માર્કેટમાં એકથી એક ચડિયાતી વસ્તુઓ આવી ગઈ છે. જેને લોકો માટીના દીવાની તુલનાએ વધારે ખરીદે છે. સાથે જ તેમણે જણાવ્યું કે હાલ માટીના વાસણ બનાવવામાં લાગત ઘણી વધી ગઈ છે કે જેને કારણે પહેલાની તુલનામાં નફો પણ ઘટ્યો છે. સ્થિતિ એ છે કે મુશ્કેલથી માટીની શોધ પૂરી થયા પછી તૈયાર કરવામાં આવેલા દીવાની મહેનતનું મહેનતાણું પણ યોગ્ય રીતે નથી મળતું.

national news chattisgarh diwali