વૈવાહિક બળાત્કાર હવે અપરાધ ગણાશે? ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપી શકે છે અંતિમ નિર્ણય

16 July, 2024 08:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court on Marital rape: દિલ્હી હાઈ કોર્ટની બે જજની બેન્ચે આ મામલે ગુનો જાહેર કરવા સંબંધિત મુદ્દા પર અલગ-અલગ ચુકાદો આપ્યો હતો

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

ભારતીય દંડ સંહિતા (IPC)માં વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં ન રાખવાના મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court on Marital rape) ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે આ મામલે હવે ગુરુવાર 18 જુલાઈએ સુનાવણી કરવામાં આવશે. આ કેસ નવા ફોજદારી કાયદા હેઠળ વૈવાહિક બળાત્કારને અપરાધ તરીકે ધ્યાનમાં લેવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે મંગળવારે આવકવેરા સંબંધિત લાંબા સમયથી ખેંચાયેલા કેસની સુનાવણી માટે દિવસ નક્કી કર્યો હતો. જેને પગલે હવે  ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વુમન્સ એસોસિએશન (AIDWA) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે શક્ય તેટલી વહેલી તકે વૈવાહિક બળાત્કારના કેસની સૂચિબદ્ધ કરવાની વિનંતી અદાલત સમક્ષ કરી હતી.

જયસિંહે કહ્યું કે ઇન્કમટેક્સ કેસની સુનાવણીમાં (Supreme Court on Marital rape) આખો દિવસ લાગશે, તેથી વૈવાહિક બળાત્કારના કેસને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે બેન્ચને કહ્યું, `જો તમે વૈવાહિક બળાત્કાર સંબંધિત કેસોને પ્રાથમિકતા આપી શકો તો અમે તેમની પ્રશંસા કરીશું.` CJI ચંદ્રચુડે જયસિંગને ખાતરી આપી હતી કે જો મંગળવારે સુનાવણી ન થઈ શકે તો કેસની સુનાવણી બુધવાર અથવા ગુરુવારે કરવામાં આવશે. તેમણે કહ્યું, `જો આજે આપણે આ કેસને સુનાવણી માટે ન લઈ શકીએ, તો કાલે કે તેના બીજા દિવસે જોઈશું.`

12 મે, 2022ના રોજ, દિલ્હી હાઈ કોર્ટની બે જજની બેન્ચે વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવા સંબંધિત મુદ્દા પર અલગ-અલગ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ રાજીવ શકધરે તેને અપરાધિક બનાવવા માટે તરફેણ કરી હતી, તો જસ્ટિસ સી હરિ શંકર આ અભિપ્રાય સાથે (Supreme Court on Marital rape) અસંમતી દાખવી હતી અને કહ્યું હતું કે કલમ 375નો અપવાદ બે બંધારણનું ઉલ્લંઘન કરતું નથી જેને કારણ કે તે સમજી શકાય તેવા તફાવતો પર આધારિત છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં યોગ્ય માર્ગદર્શિકાની માગણી કરવામાં આવી હતી. નવા ફોજદારી કાયદા હેઠળ વૈવાહિક બળાત્કારને અપવાદ તરીકે માન્યતા આપવાને પડકારતી આ અરજીઓમાં AIDWA ની અરજી પણ સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ દેશમાં છેલ્લા અનેક સમયથી ચાલતા વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં ન રાખવાના મામલે શું ચુકાદો આપે છે.

ભારતીય ન્યાય સંહિતા હેઠળ, જેણે IPC ની જગ્યાએ પહેલી જુલાઈથી અમલમાં મૂકવામાં (Supreme Court on Marital rape) આવ્યો હતો, અપવાદ 2 થી કલમ 63 (બળાત્કાર માટે સજા) જણાવે છે કે પુરુષ દ્વારા તેની પત્ની સાથે સંભોગ અથવા અન્ય જાતીય કૃત્યોને બળાત્કાર તરીકે ગણવામાં નહીં આવશે જ્યાં સુધી પીડિત 18 વર્ષથી ઓછી ઉંમરના હોય.

supreme court indian penal code national news Crime News new delhi