પૅરિસથી બે મેડલ લઈને આવેલી મનુ ભાકર બની નેતાઓની ફેવરિટ

09 August, 2024 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર બે દિવસમાં તેણે ૬ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી

મનુ ભાકર

બે દિવસ પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે બ્રૉન્ઝ મેડલ જીતીને સ્વદેશ પાછી ફરેલી મનુ ભાકર હાલમાં લોકો સાથેની મુલાકાત, શુભેચ્છા અને આશીર્વાદ લેવામાં વ્યસ્ત થઈ ગઈ છે. માત્ર બે દિવસમાં તેણે ૬ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેણે રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરી, કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, ભૂપિન્દર સિંહ હૂડા અને દીપેન્દર સિંહ હૂડા સાથે તેમના દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. એ સમયે મનુ ભાકરની ફૅમિલી અને તેના કોચ જસપાલ રાણા પણ હાજર હતાં. 

rajnath singh sonia gandhi nitin gadkari congress bharatiya janata party paris olympics 2024 national news india life masala