22 March, 2023 03:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને AAP નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia)ની એક્સાઈઝ પોલિસીના મામલે મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મનીષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ બુધવારે (22 માર્ચ) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે સિસોદિયાની પૂછપરછ કરવા માટે વધુ રિમાન્ડની માગ કરી ન હતી. આને ધ્યાનમાં રાખીને કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તે સ્પષ્ટ છે કે સિસોદિયાએ હજુ કેટલાક દિવસો જેલમાં વિતાવવા પડશે.
મનીષ સિસોદિયાએ જજ એમ.કે. નાગપાલ પાસે જેલમાં વાંચવા માટે કેટલાક વધુ પુસ્તકોની માગણી કરી હતી. આ માટે તેમણે કોર્ટમાં લેખિત અરજી કરી હતી. જેના પર કોર્ટે કહ્યું છે કે તેમને જે પુસ્તક ઈચ્છે છે તે તેમને આપવામાં આવશે.
કોર્ટે EDને નોટિસ આપી
આ પહેલાં 21 માર્ચે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું સ્ટેન્ડ માગ્યું હતું. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે EDને નોટિસ પાઠવીને 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
17 માર્ચે કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની ED કસ્ટડીને 22 માર્ચ સુધી પાંચ દિવસ વધારી દીધી હતી. EDએ 9 માર્ચે સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. 2021-22 માટે દિલ્હી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેલંગાણાના શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વિધાન પરિષદના સભ્ય કે. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે ત્રીજા દિવસે લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી પર તેમની વિરુદ્ધ પ્રહારો કરવાનો આરોપ મૂકતા, કવિતાએ કહ્યું કે તે એજન્સી કથિત રીતે જે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેને દૂર કરવા માટે તે ફોન કૉલ્સ એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો: Amritpal Singh:શું અમૃતપાલ `ડ્રગ પેડલર્સ`ના સહારે મહારાષ્ટ્રમાં પહોંચ્યો! જાણો
તેમણે કેસના તપાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “જાહેર રીતે ખોટા આરોપોને લીક થવાને કારણે રાજકીય સંઘર્ષને વેગ મળ્યો છે, જેમાં તેમના રાજકીય વિરોધીઓ આક્ષેપોનો દુરુપયોગ કરી રહ્યા છે.” કવિતાએ કહ્યું કે “આવી સ્થિતિમાં તેમના પર કહેવાતા પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેમને અને તેમની પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.