09 August, 2024 12:12 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)
સુપ્રીમ કૉર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે કહ્યું કે તેમને આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે જેલમાંથી બહાર રહેતા કોઈપણ સાક્ષીને પ્રભાવિત ન કરે.
દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કૉર્ટે મોટી રાહત આપતા જામીન આપી દીધા છે. મનીષ સિસોદિયાને 17 મહિના બાદ કૉર્ટમાંથી જામીન મળ્યા છે. જણાવવાનું કે મનીષ સિસોદિયાને દિલ્હીની એક્સાઇઝ પોલીસી કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતા સમયે કેટલીક શરતો પણ મૂકી છે.
"પુરાવા સાથે છેડછાડ ન કરવી જોઈએ"
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના વકીલને કહ્યું કે અમે જામીન આપી રહ્યા છીએ પરંતુ તેમણે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. મનીષ સિસોદિયા જેલની બહાર રહીને આ કેસ સાથે જોડાયેલા પુરાવા સાથે છેડછાડ નહીં કરે. તે કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં. મનીષ સિસોદિયા દેશ છોડી નહીં શકે, તેણે પોતાનો પાસપોર્ટ પણ સરેન્ડર કરવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન પર હોય ત્યારે, મનીષ સિસોદિયાએ હાજરી આપવા માટે દર સોમવારે પોલીસ સ્ટેશન આવવું પડશે.
કોર્ટે ટ્રાયલમાં વિલંબને કારણ ગણાવ્યો હતો
CBI અને ED કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જામીન આપતી વખતે કોર્ટે ટ્રાયલમાં વિલંબને મુખ્ય આધાર ગણાવ્યો છે. અદાલતે લાંબી પ્રી-ટ્રાયલ અટકાયતને પણ ગંભીરતાથી લીધી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જામીન એ નિયમ છે જ્યારે જેલ અપવાદ છે. અમે મનીષ સિસોદિયાને લાંબા સમયથી જેલમાં રાખવા પર વિચાર કર્યો છે. અમે તેને જામીન આપી રહ્યા છીએ પરંતુ આ કેસની ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પણ સમાપ્ત થશે નહીં.
"આરોપીને ઝડપી સુનાવણીનો અધિકાર છે"
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપીલકર્તાને ટ્રાયલ કોર્ટમાં પાછા મોકલવું એ તેની સાથે સાપ અને સીડીની રમત રમવા જેવું હશે. અમે માનીએ છીએ કે આરોપીને ઝડપી સુનાવણીનો અધિકાર છે. સાથે જ સ્વતંત્રતાનો અધિકાર એ પવિત્ર અધિકાર છે. અરજદારે સુનાવણીમાં વિલંબ કર્યો તે દર્શાવતો કોઈ પુરાવો નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડમાં મની લૉન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને પકડવામાં આવ્યા છે. આ કેસમાં ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરી રહી છે. તેમની જામીનઅરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે EDનો જવાબ માગ્યો છે જે ૨૯ જુલાઈ પહેલાં આપવાનો રહેશે.
મનીષ સિસોદિયાના વકીલ ઍડ્વોકેટ વિવેક જૈને કહ્યું હતું કે ‘સિસોદિયા સામેનો ખટલો ગોકળગાય ગતિથી ચાલી રહ્યો છે. સિસોદિયાની ધરપકડ ૨૦૨૩ની ૨૬ ફેબ્રુઆરીએ થઈ હતી અને આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ કેસ એ જ સ્ટેજમાં છે જે ઑક્ટોબર ૨૦૨૩માં હતો.’