31 March, 2023 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)
દિલ્હી આબકારી નીતિ મામલે ધરપકડાયેલ દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કૉર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કૉર્ટે શુક્રવારે સીબીઆઈ તરફથી દાખલ કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી છે. નીચચેની કૉર્ટના નિર્ણય વિરુદ્ધ મનીષ સિસોદિયા દિલ્હી હાઈકૉર્ટમાં અપીલ કરશે.
દિલ્હીની નવી શરાબ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. ત્યાર બાદ પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ તેમની સાથે તિહાડ જેલમાં લાંબી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. આ મામલે પણ સિસોદિયાએ કૉર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
સ્પેશિયલ જજ એમકે નાગપાલે 24 માર્ચના રોજ જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. શુક્રવારે જજે આદેશ વાચતી વખતે માત્ર એક જ શબ્દ કહ્યો ડિસમિસ. નિર્ણયને કારણે કૉર્ટના લેખિત આદેશની રાહ જોવાની રહેશે.
આ પણ વાંચો : Gurugram: ઑફિસમાં ખુરશીને લઈને થયો વિવાદ, શખ્સે પોતાના સહકર્મીને ધરબી ગોળી
મનીષ સિસોદિયાએ ધરપકડ બાદ દિલ્હીના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની જગ્યાએ દિલ્હીમાં આતિશીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.