સિસોદિયાને ઝટકો, આબકારી નીતિ મામલે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ન મળ્યા જામીન

28 April, 2023 04:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મનીષ સિસોદિયાની ઈડીએ આબકારી નીતિ કેસમાં 9 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેમની સીબીઆઈએ લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)

મનીષ સિસોદિયાની (Manish Sisodia) ઈડીએ આબકારી નીતિ કેસમાં 9 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેમની સીબીઆઈએ લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

દિલ્હીના (Delhi) પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આબકારી નીતિ મામલે ઝટકો લાગ્યો છે. દિલ્હીની કૉર્ટે મની લૉન્ડ્રિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ)ના રોજ તેમને જામીન આઆપવાની ના પાડી દીધી છે. રાઉજ એવેન્યૂ કૉર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.

હવે નીચલી કૉર્ટના આ નિર્ણય વિરુદ્ધ સિસોદિયા દિલ્હી હાઈકૉર્ટ તરફ વળશે.

આ પણ વાંચો : Delhi: જેલમાં જ રહેશે મનીષ સિસોદિયા, શરાબ કૌભાંડ મામલે 12 મે સુધી લંબાવી અટક

કૉર્ટમાં સુનાવણી દરમિયાન પ્રવર્તન નિદેશાલયે (ઈડી)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ `મહત્વપૂર્ણ` ચરણમાં છે અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાએ આ બતાવવા માટે જાતે પોતાની રીતે ઇ-મેઇલ બનાવ્યા હતા જેમાં નીતિને સાર્વજનિક સ્વીકૃતિ હાંસલ થઈ હતી.

national news new delhi manish sisodia directorate of enforcement delhi high court aam aadmi party