13 August, 2023 07:32 PM IST | Manipur | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : મિડ-ડે
મણિપુર હિંસા સાથે જોડાયેલા 9 વધુ કેસની તપાસ સીબીઆઈ કરશે જેથી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવતા કેસની કુલ સંખ્યા વધીને 17 થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ મણિપુર હિંસા સાથે સંબંધિત 9 અન્ય કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવશે. જણાવવાનું કે સીબીઆઈએ અત્યાર સુધી આઠ કેસ નોંધ્યા છે જેમાં મણિપુરમાં મહિલાઓ પર કહેવાતા યૌન ઉત્પીડન સંબંધિત બે કેસ સામેલ છે.
મણિપુર હિંસા સાથે જોડાયેલા વધુ 9 કેસની તપાસ સીબીઆઈ કરશે, જેથી એજન્સી દ્વારા ઈન્વેસ્ટિગેટ થનારા કેસની સંખ્યા 17 થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ મણિપુર હિંસા સંબંધિત વધુ 9 કેસની તપાસ કરવા માટે તૈયાર છે.
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીની તપાસ આ 17 કેસ સુધી સીમિત નહીં રહે. તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધના ગુના કે યૌન ઉત્પીડન સંબંધિત કોઈ ઇન્ય કેસને પણ પ્રાથમિકતાના આધારે મોકલવામાં આવી શકે છે.
CBIએ અત્યાર સુધી નોંધ્યા આઠ કેસ
જણાવવાનું કે સીબીઆઈએ અત્યાર સુધી આઠ કેસ દાખલ કર્યા છે, જેમાં મણિપુરમાં મહિલાઓ પર કહેવાતા યૌન ઉત્પીડન સંબંધિત બે કેસ સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈ વધુ 9 કેસ સંભાળશે. અધિકારીઓ પ્રમાણે, તપાસ એજન્સી રાજ્યના ચુરાચાંદપુર જિલ્લામાં કહેવાતા યૌન ઉત્પીડનના વધુ એક કેસને પોતાના હાથમાં લઈ શકે છે.
સીબીઆઈને કરવો પડી રહ્યો છે અનેક પડકારોનો સામનો
અધિકારીઓએ કહ્યું કે સમાજ જાતીય આધારો પર વહેંચાયેલો છે, એવામાં સીબીઆઈને મણિપુર ઑપરેશન દરમિયાન પક્ષપાતના આરોપોથી બચવા જેવા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે એક સમુદાયના લોકોની કોઈપણ સંલિપ્તતાના પરિણામસ્વરૂપ બીજી તરફથી આંગળી ઉઠાવવામાં આવશે.
અનેક કેસની તપાસ કરી રહી છે સીબીઆઈ
સૂત્રોએ કહ્યું કે આમાંથી કેટલાક કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે, જેના પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની ધારાઓ લાગુ થઈ શકે છે, જેની તપાસ પોલીસ ઉપાધીક્ષક રેન્કના અધિકારી દ્વારા કરી શકાય છે. તેમણે કહ્યું કે કારણકે ડિપ્ટી એસપી આવા કેસમાં પર્યવેક્ષી અધિકારી ન હોઈ શકે, આથી એજન્સી તપાસની દેખરેખ અને નિરીક્ષણ માટે પોતાના પોલીસ અધિક્ષકોને તૈનાત કરશે.
મહિલા અધિકારીઓને પણ કર્યા તૈનાત
તેમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી બધા ફોરેન્સિક નમૂનાઓને પોતાના કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળામાં સ્થળાંતરિત કરશે. કારણકે આની તપાસની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠી શકે છે. તેમણે કહ્યું કે સીબીઆઈએ મહિલાઓ વિરુદ્ધ ગુના સંબંધિત કેસની તપાસ માટે રાજ્યમાં મહિલા અધિકારીઓને પણ તૈનાત કર્યા છે.
3 મેના ભડકી હતી જાતીય હિંસા
જણાવવાનું કે મણિપુરમાં છેલ્લે 3 મેના રોજ પહેલી વાર જાતીય હિંસા ભડકી હતી. આ હિંસામાં 160થી વધારે લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મણિપુરની આબાદીમાં મૈતેઈ લોકોની સંખ્યા લગભગ 53 ટકા છે અને મોટાભાગે ઇમ્ફાલ ઘાટીમાં રહે છે, જ્યારે આદિવાસી જેમાં નાગા અને કુકી સામેલ છે, તે 40 ટકા છે અને આ સમુદાય મોટાભાગે પહાડી જિલ્લામાં રહે છે.