હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાની લવ સ્ટોરીમાં ૧૮ કૉલેજ સ્ટુડન્ટ્સ સસ્પેન્ડ થયા

16 December, 2022 11:37 AM IST  |  Mangalore | Gujarati Mid-day Correspondent

મૅન્ગલોરમાં સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કૉલેજના ચાર સ્ટુડન્ટ્સને બૉલીવુડ સૉન્ગ પર બુરખો પહેરીને ડાન્સ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મૅન્ગલોર : મૅન્ગલોરમાં એક પ્રાઇવેટ કૉલેજે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરા વચ્ચેના લવ અફેરના મામલે ૧૮ સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા હતા. આ કૉલેજના મૅનેજમેન્ટને ​આ હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરા વચ્ચેના લવ અફેર વિશે ખબર પડી. મૅનેજમેન્ટે તેમને ચેતવણી આપીને તેમના પેરન્ટ્સની હાજરીમાં તેમને જવા દીધાં હતાં. 

એ જ કૉલેજના કેટલાક હિન્દુ છોકરાઓને ખબર પડી કે આ કપલ હજી રિલેશનશિપમાં છે. તેમણે બુધવારે યોજાયેલા કૉલેજના એક પ્રોગ્રામમાં આ મુસ્લિમ છોકરાને ધમકી આપી હતી. એવામાં મુસ્લિમ કમ્યુનિટીના સ્ટુડન્ટ્સ આ મુસ્લિમ છોકરાના બચાવમાં આવી ગયા એને લીધે બન્ને ગ્રુપ વચ્ચે ઘર્ષણ થયું હતું. 

આ ઘટનાના પગલે કૉલેજ મૅનેજમેન્ટે મુસ્લિમ છોકરાને સપોર્ટ કરનારા સહિત કુલ ૧૮ સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે આવતા વર્ષે માર્ચમાં યોજાનારી એક્ઝામ આપવા દેવાની તેમને છૂટ અપાઈ હતી. આ સ્ટુડન્ટ્સને ઑનલાઇન ક્લાસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. માત્ર કૉલેજમાં તેમના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ પહેલાં મૅન્ગલોરમાં સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કૉલેજના ચાર સ્ટુડન્ટ્સને બૉલીવુડ સૉન્ગ પર બુરખો પહેરીને ડાન્સ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ચાર સ્ટુડન્ટ્સના ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

national news mangalore karnataka