બેંગલુરુ શખ્સે પહેલાં ઊજવી ગર્લફ્રેન્ડની ગ્રાન્ડ બર્થડે પાર્ટી, પછી કર્યું આવું કૃત્ય

15 April, 2023 05:08 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રશાંતે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ નવ્યા સાથે આખો દિવસ બર્થડે પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુ (Bengaluru)માં પોલીસે શનિવારે (15 એપ્રિલ) એક વ્યક્તિની તેની ગર્લફ્રેન્ડની હત્યા (Crime News) કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની આશંકાથી આ હત્યા કરી હતી. આ ઘટના છોકરીના જન્મદિવસની ઉજવણીના માત્ર થોડા જ કલાકો બાદ બની હતી. આ ઘટના શુક્રવારે (14 એપ્રિલ) બેંગલુરુના લગેરે વિસ્તારમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રશાંતે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ નવ્યા સાથે આખો દિવસ બર્થડે પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મંગળવારે નવ્યાનો જન્મદિવસ હતો, પરંતુ પ્રશાંત તે દિવસે વ્યસ્ત હતો અને તેથી તેણે તેની ભરપાઈ કરવા માટે તેણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું કે પ્રશાંતને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર છે અને તે તેને સતત મેસેજ કરી રહી છે, જેનાથી તે ગુસ્સે અને દુઃખી થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે નવ્યાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ આરોપીએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી.

બેંગલુરુના રાજગોપાલ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિક્ટોરિયા હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે. એક અગ્રણી મીડિયા હાઉસે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, નવ્યા અને પ્રશાંત દૂરના સગા હતાં અને છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતાં.

આ પણ વાંચો: વિપક્ષો રેડી, એકબીજા સાથે વાતચીત કરશે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના ગોકુલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાગીરથી વિહારમાં એક વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધ દંપતી રાધેશ્યામ વર્મા અને વીણા વર્માની હત્યાના સંદર્ભમાં પોલીસે ઘરની વહુ મોનિકાની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં ખુલાસો કર્યો હતો કે મોનિકા વર્માને તેના પ્રેમી આશિષ (29)ની મદદથી તેના સાસરિયાઓની હત્યા કરાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મોનિકાએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે તેના પતિ અને સાસરિયાઓને તેના અફેરની જાણ થઈ હતી અને તે તેને અટકાવી રહ્યા હતા.

national news bengaluru Crime News