17 May, 2023 02:51 PM IST | Indore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઈન્દોર (Indore) શહેરમાં એક શખ્સે પોતાના સાત વર્ષના દીકરાની કહેવાતી રીતે ઊંઘમાં ગળું દાબીને હત્યા કરી દીધી. પોલીસે મંગળવારે જણાવ્યું કે આ શખ્સે બાળકની સાવકી માતાના દબાણમાં આ હત્યા કરી.
ત્રીજા ધોરણનો વિદ્યાર્થી પ્રતીક સામાન્ય રીતે પોતાના દાદા-દાદી સાથે સૂતો હતો, પણ રવિવારે તેના 26 વર્ષીય પિતા શશિપાલ મુંડેએ કહેવાતી રીતે તેને પોતાના રૂમમાં સૂવા માટે કહ્યું, જેમાં કૂલર લગાડેલું હતું. કૂલરની ઠંડી હવામાં સૂવાની વાતથી ઉત્સાહિત બાળકે પોતાના દાદા-દાદી સામે પિતાના રૂમમાં સૂવાની વાત કહી હતી. તે છેલ્લી વાર હતું, જ્યારે દાદા-દાદીએ તેને જીવતો જોયો.
પોલીસ પ્રમાણે, જ્યારે પ્રતીક સૂઈ ગયો, તો શશિપાલે ટીવીનું વૉલ્યૂમ વધારી દીધું અને બાળકનું ગળું દાબી દીધું. તેને કહેવાતી રીતે પોતાની પત્નીને વીડિયો કૉલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પત્નીએ કૉલ ઊઠાવ્યો નહીં.
પોતાના દીકરાની હત્યા બાદ શશિપાલે પુરાવા તરીકે તેનો વીડિયો પોતાની ત્રીજી પત્ની પાયલને વૉટ્સએપ પર મોકલ્યો, પણ તેણે વીડિયો જોયો નહીં, કારણકે તે તેનો મોબાઈલ નંબર બ્લૉક કરી ચૂકી હતી.
ત્યાર બાદ શશિપાલ ઘરેથી ભાગી ગયો હતો, પણ મંગળવારે શશિપાલ અને પાયલ (23)ની ધરપકડ કરી લેવામાં આવી.
શશિપાલે સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન કહ્યું, "મેં વીડિયો સાથે પાયલને એક મેસેજ પણ મોકલ્યો હતો કે મારો દીકરો હવે તેને ક્યારેય હેરાન નહીં કરે, કારણકે મેં તેને મારી નાખ્યો છે..."
પાયલે તાજેતરમાં એક દીકરાને જન્મ આપ્યો હતો અને કહેવાતી રીતે શશિપાલને કહ્યું હતું કે તે પોતાના માતા-પિતાના ઘરેથી ત્યાં સુધી પાછી નહીં આવે, જ્યાં સુધી તે પોતાના પહેલાના લગ્નથી જન્મેલ દીકરા પ્રતીકથી છૂટકારો ન પામી લે.
પોલીસ અધિકારી જયવીર સિંહ ભદૌરિયાએ કહ્યું, "શશિપાલ મુંડેની ત્રીજી પત્ની શરૂઆતથી જ છોકરાથી ખૂબ જ પરેશાન હતી... તે ઘણીવાર આ મુદ્દે ઝગડતા હતા... ભદૌરિયાએ કહ્યું કે પાયલે પોતાના પતિને કહ્યું હતું કે તે ત્યારે જ પાછી આવશે, જ્યારે તે પોતાના દીકરાને મોકલશે અથવા તેને મારી નાખશે."
આ પણ વાંચો : Pankaj Udhas:ગઝલ સાંભળી રાજ કપૂર રડી પડ્યા હતાં, ચાહકે બંદૂક તાકી ગવડાવ્યું ગીત
પ્રતીકની હત્યાનો વીડિયો શશિપાલ મુંડેના મોબાઈલ ફોનમાં મળી આવ્યો.
પાયલે કહ્યું કે તેનો આ અપરાધ સાથે કોઈ સંબંધ નથી. પાયલે મીડિયાને કહ્યું, "મેં મારા પતિને પોતાના સાત વર્ષના દીકરાને મારી નાખવા માટે ક્યારેય નહોતું કહ્યું."