દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક પર અકસ્માત, ડિરેલ થયા દર્શન એક્સપ્રેસના એન્જિન અને...

16 September, 2023 02:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Mumbai Railway Track: ટ્રેન નંબર 12494 હજરત નિઝામુદ્દીન-મિરાજ જંક્શન દર્શન એક્સપ્રેસ (Darshan Express)નું એન્જિન અને એક કોચ ડિરેલ થઈ ગયું છે. સૂચના મળ્યા બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ટ્રેકને શરૂ કરવાના પ્રયત્નો ચાલે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક (railway track) પર વધુ વરસાદને (Heavy Rain) કારણે આ અકસ્માત થયો છે. અહીં ટ્રેન નંબર 12494 હજરત નિઝામુદ્દીન-મિરાજ જંક્શન દર્શન એક્સપ્રેસ (Darshan Express)નું એન્જિન અને એક કોચ ડિરેલ થઈ ગયું છે. સૂચના મળ્યા બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ટ્રેકને શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મળતી મહિતી પ્રમાણે, મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના અમરગઢથી પંચપિપલિયા વચ્ચે આજે સવારે પોણા સાત વાગ્યાની આસપસા આ અકસ્માત થયો છે. અહીં હજરત નિઝામુદ્દીનથી મિરાજ જંકશન જનારી દર્શન એક્સપ્રેસનું એન્જિન અને એક કોચ ડિરેલ થઈ ગયું. રાહતના સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.

આ ઘટના માટે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયું અને પહાડ પરથી નાના પત્થરો રેલવે ટ્રેક પર આવી ગયા જેને કારણે આ ઘટના ઘટી. ઘટનાની માગિતી મળતા જ રતલામ મંડળના અધિકારી ઘટનાસ્થળે રાહત ટ્રેન સાથે આવી પહોંચ્યા.

રેલવે પીઆરઓ ખેમરાજ મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક લગભગ બંધ છે. ટ્રેક ચાલુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક મહત્વપૂર્ણ ટ્રેનો આસપાસના સ્ટેશનો પર ઊભી રાખવામાં આવી છે. રાહત ટીમ ટૂંક સમયમાં જ ટ્રેક શરૂ કરાવવાના પ્રયત્નમાં લાગેલી છે.

રિસ્ટોરેશન માટે પહોંચ્યા અધિકારીઓ
રેલવે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે રતલામ મંડળના રતલામ અને દાહોદ સેક્શનમાં ટ્રેન નંબર 12494 હજરત નિઝામુદ્દીન-મિરાજ એક્સપ્રેસના કોચ અને એન્જિન ડિરેલ થઈ ગયા છે. માહિતી મળતા જ રતલામ મંડળના અધિકારી રિસ્ટોરેશન માટે સાઈટ પર પહોંચી ગયા. કોઈ જાનહાનિ થઈ નથી. રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેન ઑપરેશન સંબંધિત કામ ચલી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી પડી રહી છે મુશ્કેલી
જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં હાલ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક જગ્યાએ નદી-નાળાં છલકાવાની તૈયારીમાં છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગે શનિવારે ઇન્દોર-ઉજ્જૈન સહિત અનેક જિલ્લામાં વરસાદ માટે રેડ અલર્ટ જાહેર કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે રતલામ રેલ્વે વિભાગના દાહોદ નજીક ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર પથ્થર પડી ગયો હતો. જેના કારણે ટ્રેન નંબર 12494 દર્શન એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. એન્જિન પાટા પરથી ઉતરી જવાને કારણે દિલ્હી મુંબઈ રેલ રૂટ ખોરવાઈ ગયો છે. રેલવે પ્રશાસને રતલામથી મેડિકલ ટ્રેન અને અકસ્માત રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલી છે. બીજી તરફ બરોડાથી અકસ્માત રાહત ટ્રેન પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. હવે રતલામથી રાહત ટ્રેન મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ થયો હતો. રેલવે અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

delhi news new delhi mumbai mumbai railways indian railways national news