તમે આપેલ ટેક્સ વપરાય છે લાડકી બહિણ યોજનામાં! મફતની રાજનીતિનું આ છે કડવું સત્ય

19 November, 2024 03:34 PM IST  |  Mumbai | Manav Desai

પહેલા મહાયુતિ દ્વારા લાડકી બહિણ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું અને તરત મહા વિકાસ આઘાડી દ્વારા આ યોજનાને "ભીખ"ની વાચા આપવામાં આવી. ચૂંટણીઓ માથે આવી અને આજ આઘાડીઓએ બમણી રકમ જાહેર કરીને પાર્ટી મેનિફેસ્ટોમાં આવી બીજી યોજનાની જાહેરાત કરી.

દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર, અજિત પવાર

મફત , FREE હવે આ શબ્દો આપણાં દેશ અને રાજ્યોની રાજનીતિનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે. મહારાષ્ટ્રની ચૂંટણીઓ (Maharashtra Assembly Election 2024) આગામી થોડાંક જ કલાકમાં થશે અને આપણાં આ રાજ્યમાં લાડકી બહિણ યોજના, મફત શિક્ષણ, મફત ગૅસ સુવિધ, મફત બસ ટિકિટ જેવી સુવિધાઓનો પ્રચાર બેફામ રીતે કરવામાં આવે છે. પહેલા મહાયુતિ દ્વારા લાડકી બહિણ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું અને તરત મહા વિકાસ આઘાડી દ્વારા આ યોજનાને "ભીખ"ની વાચા આપવામાં આવી. ચૂંટણીઓ માથે આવી અને આજ આઘાડીઓએ બમણી રકમ જાહેર કરીને પાર્ટી મેનિફેસ્ટોમાં આવી બીજી યોજનાની જાહેરાત કરી. આવો હવે આપણે જાણીએ આ મફતની રાજનીતિ કેવી રીતે દેશ અને રાજ્યની વ્યવસ્થાને બરબાદ કરે છે (Maharashtra Assembly Election 2024)

રોમન ઍમ્પાયર દ્વારા બ્રેડ એન્ડ સર્કસની શરૂઆત કરવામાં આવી, એટલે કે મફત અન્ન અને મફત મનોરંજન. હવે આજ વિચારધારાને મહારાષ્ટ્રમાં રેવડી તરીકે ઓડખવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ મફત યોજનાને નકારે છે જ્યારે રાજનેતાઓએ આવી યોજનાને (Maharashtra Assembly Election 2024) વિકાસનો એક માત્ર સીધો ઉપાય જણાવ્યો છે. શ્રીલંકા દેશની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ, મફતની યોજનાઓ આ દેશની અધોગતિનું એક મુખ્ય કારણ છે. તમિલનાડુની ચૂંટણીઓમાં લેપટૉપનું વિતરણ, આમ આદમી પાર્ટી દ્વારા અન્ન વિતરણ અને હવે મહારાષ્ટ્રમાં સીધું બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર. આમ ધીરે ધીરે મફતની આ રાજનીતિ દેશના પ્રત્યેક રાજ્યોમાં ફેલાઈ રહી છે

વસ્તુઓ મફત આપવાની આ રાજનીતિને કારણે દેશની ફિસ્કલ ડેફિસિટ એટલે કે દેશના મુખ્ય ખજાનામાં ગાબડું પડે છે. હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી જરૂરી સેવાઓ માટે ઉપયોગમાં લેવાતું રોકાણ ઘટી જાય છે. આપણે સરકારને આપેલા ટેક્સમાંથી જ આવી યોજનાઓ માટે બજેટ ફાળવવામાં આવે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા પણ વારંવાર મફતની યોજનાઓ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વમત્તે પાર્ટીઓને (Maharashtra Assembly Election 2024)આવી યોજનાઓનો ઉપયોગ કરવાનો વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા પણ ફ્રીબીઝ અંગે માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. 

દેશના સર્વાંગી વિકાસ માટે વિકાસ યોજનાઓ આ મફતની રાજનીતિ કરતાં વધુ મહત્ત્વની છે. ઇલેક્શન દરમ્યાન વોટ માટે ભલે મફતની વસ્તુઓ કામ કરે પરંતુ દેશ અને રાજ્યની વ્યવસ્થા યોજનાઓથી જ ચાલી શકે છે. દેશ અને મહારાષ્ટ્રના મતદાતાનું વ્યક્તિગત રીતે માનવું છે કે "પૈસાદારને ફરક પડતો નથી અને ગરીબને પૂરતું મળી રહે છે, તો સ્વમાની મિડલ ક્લાસ ક્યાં જશે?" ટૂંકમાં આવી યોજનાઓ મતવિસ્તારમાં આકર્ષણ ઊભું કરી શકે છે પરંતુ વિકાસ મફતમાં મળતો નથી. (Maharashtra Assembly Election 2024)

maharashtra assembly election 2024 maha yuti maha vikas aghadi eknath shinde sharad pawar ajit pawar devendra fadnavis shiv sena nationalist congress party uddhav thackeray sanjay raut vinod tawde