04 December, 2024 02:27 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મહાકુંભના આયોજન પહેલાં આ રોબોની મૉક-ડ્રિલ પણ કરવામાં આવી હતી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ તીર્થમાં આવતા મહિને ૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભ મેળામાં કોઈ પણ શ્રદ્ધાળુ ડૂબકી લગાવતી વખતે નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગે કે બોટ ઊલટી થવાથી ગંગા કે યમુનાની લહેરોમાં ડૂબવા લાગે તો પણ તેની જિંદગી સુરક્ષિત રહેશે અને તેના જીવને કોઈ ખતરો નહીં રહે. મુસીબતમાં ફસાયેલા આવા શ્રદ્ધાળુઓને બચાવી લેવા માટે માણસ નહીં, પણ રોબોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાણીમાં ડૂબતા લોકોને બચાવી લેવા માટે ગણતરીની મિનિટોમાં માણસને બચાવી શકે એવા રોબો મગાવ્યા છે. મહાકુંભના આયોજન પહેલાં આ રોબોની મૉક-ડ્રિલ પણ કરવામાં આવી હતી. તાકીદની પરિસ્થિતિમાં માણસને કેવી રીતે બચાવી શકાય એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.