19 January, 2025 12:37 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના તટ પર ગઈ કાલે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. તેમની સાથે સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદીએ પણ સ્નાન કર્યું હતું. પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન બાદ તેમણે સનાતનની જય અને ગંગા મૈયાની જયનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે સંગમ તટ પર અક્ષયવટ, પાતાલપુરી અને બડે હનુમાનજીનાં દર્શન કર્યાં હતાં.