midday

કુંભમાં રીલ માટે નહીં, પણ રિયલ માટે જાઓ

19 January, 2025 12:36 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની યુવાનોને અપીલ…
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાકુંભમાં જનારા યુવાનોને અપીલ કરતાં કહ્યું છે કે તેમણે મહાકુંભમાં રીલ માટે નહીં, પણ રિયલ માટે જવું જોઈએ.

મહાકુંભ વિશે બોલતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘૧૪૪ વર્ષ બાદ મહાકુંભ યોજાયો છે. તમામ હિન્દુ સનાતની ભાઈઓએ એમાં સ્નાન કરવા જવું જોઈએ. યુવાનોને એ જ નિવેદન છે કે તેઓ કુંભમાં જાય, રીલ માટે નહીં પણ રિયલ માટે જાય. આ પ્રાચીન પરંપરા અને આસ્થાનો વિષય છે. દેશના યુવાનોએ સેલિબ્રિટી સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં પડવાને બદલે ખુદને એટલા સક્ષમ બનાવવાનો વિચાર રાખવો જોઈએ કે લોકો તેમની સાથે સેલ્ફી લે.’

kumbh mela prayagraj uttar pradesh religion religious places national news news dhirendra shastri bageshwar baba