02 November, 2019 09:26 AM IST | Mumbai
'મહા' વાવાઝોડું (PC : Jagran)
Mumbai : અરબી સમુદ્રમાં સક્રિય થયેલા મહા વાવાઝોડાના કારણે દિવમાં 6 કલાકમાં ધોધમાર 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વિશેષ અસર જોવા મળી રહી છે. ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં વાવાઝોડાની અસરથી દરિયો તોફાની બન્યો છે.તો ગીર સોમનાથમાં વીજળીના કડાકા સાથે એક ઈંચ વરસાદ પડ્યો છે.
મહા વાવાઝોડાની અસર મુંબઇ બાદ ગુજરાતમાં પણ જોવા મળી. અમરેલીના રાજુલા શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે સૌરાષ્ટ્રના અન્ય શહેરો ઉના, કડીયાળી સહિતના વિસ્તારોમાં વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન ખાતાએ પોરબંદર, વેરાવળના દરિયાકાંઠાના માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી દીધી છે.
ગુજરાતનો દરિયો તોફાની બન્યો
મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતનો દરિયા મધરાત્રથી તોફાની બની ગયો છે. જાફરાબાદ બંદર, કંડલા બંદર અને પીપાવાવ સહિતના દરિયાકાંઠે વાવાઝોડાને પગલે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
મુંબઇમાં શુક્રવારે સાંજે શરૂ થયો વરસાદ
મહા વાવાઝોડું લક્ષદ્વીપ ટાપુથી આગળ ભારત તરફ વધી રહ્યું છે. જેની અસર પણ જોવા મળી રહી છે. અરબ સાગરમાં દબાણ બાદ ઉઠેલું મહા વાવાઝોડું સતત ગતિ પકડી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર કલાકમાં પુણે, રાયગઢ અને નાસિકમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
વાવાઝોડાની ગંભીરતાને જોતા લક્ષદ્વીપ અને તેની આસપાસ આવેલા દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં માછીમારોને પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તો, લક્ષદ્વીપના કલપેની દ્વીપ પર ગુરૂવારે ભારે વરસાદના કારણે તબાહી થઈ છે.
સાઉથ ભારતમાં હમાવાન સતત બદલાઇ રહ્યું છે. અરબ સાગરમાં દબાણ વધ્યા બાદ ‘મહા’ વાવાઝોડું સતત ઝડપી વધી રહ્યું છે. IMD ના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં આ વાવાઝોડું વધુ ઝડપી બની શકે છે અને તે ઘણું ગંભીર રૂપ ધારણ કરી શકે છે. IMD ના જે જયવંત સરકારે જણાવ્યું કે 6 નવેમ્બરના રોજ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ (North East) તરફ આગળ વધી રહ્યું છે અને 6 થી 7 નવેમ્બરના રોજ તે ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા 4 કલાકમાં પુણે, રાયગઢ અને નાસિક જિલ્લામાં ઝડપી પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
આવનારા 24 કલાકમાં મહા વાવાઝોડુ વધુ ગંભીર રૂપ ધારણ કરી શકે છે
તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘મહા’ વાવાઝોડુ આવનારા 24 કલાકમાં પુર્વ મધ્ય અરબ સાગરમાં એક વધુ ગંભીર વાવાઝોડા ફેરવાની સંભાવના છે. હવામાન ખાતાએ વધુમાં કહ્યું કે શુક્રવારે લક્ષદ્વિપમાં પ્રતિકુલ હવામાન નહીં રહે કારણ કે વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
તમિલનાડુમાં વરસાદ બાદ નદીમાં પાણીનું સ્તર વધી ગયું
આ વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ઘણા સ્થળો પર ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુના મદુરૈમાં વરસાદના કારણે વૈગઈ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર લક્ષદ્વીપમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવના છે. તો કેળ અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની મુંબઈમાં અસર, ક્યાંક ઝાડ પડ્યા, ક્યાંક ભારે પવન
માછીમારોને લક્ષદ્વીપ અને દક્ષિણ પુર્વ અરબ સાગરમાં પ્રવેશ કરવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. તો લક્ષદ્વીપના કલપેની દ્વીપ પર ગુરૂવારે ભારે વરસાદે ઘણી તબાહી મચાવી દીધી છે. હવામાન વિભાગે ગુરૂવારે મધ્ય અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ગંભીર વાવાઝોડાને લઇને ચેતવણી જાહેર કરી દીધી છે.