04 April, 2019 11:25 AM IST | મદ્રાસ
ટીકટોક
મદ્રાસ હાઇ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને ચાઇનીઝ ઍપ ટિકટોકના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. સાથે જ મદ્રાસ હાઇ કોર્ટની મદુરઈ બેંચના આ આદેશમાં મીડિયાને પણ ટિકટોક વીડિયોઝ શેર ન કરવાનું કહેવામાં આવ્યું છે.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, "સરકારે જવાબ આપવો પડશે કે શું તે કોઇ એવો કાયદો લાવશે, જેમ અમેરિકાની સરકારે બાળકોને સાઇબર ક્રાઇમની શિકાર બનવાથી બચાવવા માટે ચિલ્ડ્ર્ન્સ ઑનલોન પ્રાઇવસી પ્રૉટેક્શન એક્ટ બનાવ્યો છે."
તમિલનાડુ સરકારના મંત્રીએ ટિકટોક પર કહી હતી આ વાત
લગભગ બે મહિના પહેલા તમિલનાડુના આઈટી મિનિસ્ટર એમ મણિકંદને કહ્યું કે રાજ્ય સરકાર ટિકટોક બૅન કરવા માટે કેન્દ્રની મદદ માંગશે. આ પહેલા તમિલનાડુ વિધાનસભામાં નાગાપટ્ટમ વિધાયક થમીમુન અંસારીએ સરકાર પાસેથી ટિકટોક ઍપ બૅન કરવાની માગ કરી હતી.
થમીમુન અંસારીએ કહ્યું હતું કે ટિકટોક પર ઘણા લોકો અશ્લીલ ગતિવિધિઓ ચલાવે છે, એવામાં તમિલનાડુમાં આ ઍપ બૅન કરી દેવી જોઈએ. અંસારીના નિવેદન પર મણિકંદને કહ્યું કે તમિલનાડુ સરકાર આ સલાહ કેન્દ્ર સરકારને આપશે.
આ પણ વાંચો : અમિત શાહની જન્મકુંડળી શું કહે છે?
શું છે ટિકટોક ઍપ?
ચાઇનીઝ એપ ટિકટોક એશિયામાં સૌથી ઝડપી રીતે લોકપ્રિય બની છે. આ ઍપના યૂઝર લિપ-સિંક્ડ વીડિયોથી લઈને મ્યુઝિક વીડિયો સુધી અપલોડ કરી શકે છે. આ સિવાય યૂઝર્સને આ એપ પર વીડિયોને સારો બનાવવા માટે ઘણાં બધાં ફિલ્ટર અને એડિટિંગ ફીચર પણ મળે છે. તમિલનાડુમાં આ એપ પર જુદી જુદી પાર્ટીના નેતાઓની ખૂબ મજાક ઉડાડવામાં આવતી રહી.