04 February, 2023 12:32 PM IST | Shahdol | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં અંધશ્રદ્ધાના કારણે ત્રણ મહિનાની બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આદિવાસી બહુમતી ધરાવતા શહડોલ (Shahdol) જિલ્લામાં ન્યુમોનિયા (Pneumonia)થી પીડિત ત્રણ વર્ષની છોકરીનેના ઇલાજ માટે અંધશ્રદ્ધાનો સહારો લેવામાં આવ્યોપ હતો. સારવારના નામે તેના પેટમાં ૫૧ વખત ગરમ સળિયાનો ડામ આપવામાં આવ્યો હતો. જેને કારણે બાળકીની હાલત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
શહડોલ જિલ્લાના સિંહપુર કથૌટિયાની ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અંધશ્રદ્ધાના કારણે પરિવારજનો તેને સારવાર માટે કોઈક વૈદ પાસે લઈ ગયા હતા. તેણે સારવાર માટે બાળકીને ગરમ સળિયાનો ડામ આપવાનું કહ્યું. તેણે છોકરીને એક કે બે વાર નહીં પણ ૫૧ વાર ગરમ સળિયાના ડામ આપ્યા. જેના કારણે બાળકીની તબિયત લથડી હતી. તેના શરીર પર ડાગ પણ પડી ગયા હતા. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો તેને શાહડોલ મેડિકલ કોલેજ લઈ ગયા. પણ ત્યાં સુધીમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો - મહિલા પોલીસની દાદાગીરી : પતિ અને પુત્ર સાથે મળીને કરી સેક્રેટરીની મારપીટ
ડૉક્ટરોએ જણાવ્યું કે, લોખંડના ગરમ સળિયાથી દાઝી જવાથી બાળકીના મગજમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. જેના કારણે તેની તબિયત બગડી હતી. આ પછી પરિવારજનો તેને હૉસ્પિટલ લઈ ગયા હતા અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - રાજસ્થાન: બે સગા ભાઇ બન્યા દુલ્હા, એક દુલ્હન સાથે તો બીજો લાશ સાથે, જાણો કેમ?
શહડોલના કલેક્ટરનું કહેવું છે કે, આંગણવાડી કાર્યકર્તાએ બાળકીની માતાને બે વખત સમજાવી હતી અને તેને અંધશ્રદ્ધાનો શિકાર ન બનવાની સલાહ આપી હતી. આ પછી પણ પરિવારના સભ્યો તેને વૈદ પાસે લઈ ગયા હતા જેણે તેને ગરમ સળિયાથી ડામ આપ્યા હતા. કલેકટરે કહ્યું કે, બાળકીને ડામ આપવાના આરોપોસર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ગુનેગારો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.