Madhya Pradesh News: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ, દાઝ્યાં ભક્તગણ

25 March, 2024 09:47 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

Madhya Pradesh News: મહાકાલ મંદિરમાં વહેલી સવારે ભસ્મ આરતીનું આયોજન થયું હતું, જેમાં આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ ફાટી નીકળી હતી.

ઉજ્જૈન મહાકાલ મંદિરની ફાઇલ તસવીર

Madhya Pradesh News: મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાંથી ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહાકાલ મંદિરમાં વહેલી સવારે ભસ્મ આરતીનું આયોજન થયું હતું, જેમાં આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ ફાટી નીકળી હતી. 

કેટલા લોકો દાઝી ગયા આ આઆગને કારણે?

પ્રાપ્ત અહેવાલો અનુસાર મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન થયેલ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને ચાર ભક્તો દાઝી ગયા છે. ઘાયલોમાં મહાકાલ મંદિર (Madhya Pradesh News)માં ભસ્મરતિના મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવકો મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે ભસ્મ આરતી દરમિયાન ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો. આ ગુલાલ ઉડાડ્યા બાદ ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના બની હતી. 

શા કારણે લાગી હતી આગ?

પ્રાપ માહિતી અનુસાર ધુળેટીના પર્વ નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં એક કવર લગાવવામાં આવ્યું હતું. આ જ કવરમાં આગ (Madhya Pradesh News) લાગી હતી. આગ લાગવાથી તેના તણખા હાજર ભક્તો પર પડ્યા હતા. આગને કારણે ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એવી માહિતી મળી છે કે તે સૌ કોઈ જોખમની બહાર છે.

૧૩ લોકો દાઝી ગયા છે, આ મામલે તપાસ કરવામાં આવશે 

આ ઘટના સામે આવ્યા બાદ ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો લાગવાની ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે મંદિરમાં પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

ગુલાલમાં કોઈ કેમિકલ હોઇ શકે 

ઘાયલ થયેલા અમુક ચાર લોકોને સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટના અંગે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો આગનું કારણ ગુલાલ પણ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ગુલાલમાં કોઈ કેમિકલ હોઈ શકે છે જેના કારણે આગ ફાટી નીકળી હતી.

આગની આ ઘટના (Madhya Pradesh News)ને કારણે લોકોને થોડોક દાઝ લાગ્યો છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વરના પ્રાંગણમાં રવિવારે સાંજે હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. અહીં સૌ પ્રથમ સાંજની આરતી વખતે હજારો ભક્તોએ બાબા મહાકાલ સાથે ગુલાલની હોળી રમી હતી. ત્યારબાદ મહાકાલ પ્રાંગણમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

madhya pradesh ujjain religious places fire incident national news india