Madhya Pradesh News: ‘રીલ’ના રવાડે ‘રિયલ લાઈફ’ થઈ બરબાદ, 25 વર્ષના યુવકનું મોત

07 February, 2024 10:02 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

Madhya Pradesh News: આ યુવક દેશી બનાવટની પિસ્તોલમાં કારતુસ લોડ કરીને મોબાઈલ કેમેરાથી રીલ બનાવતો હતો. પણ થયું એવું કે અચાનક ટ્રિગર દબાઈ ગયું તેમાંથી ગોળી વછૂટી ગઈ

ઇન્સ્ટાગ્રામ રીલની પ્રતીકાત્મક તસવીર

Madhya Pradesh News: આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં રીલનું વ્યસન જાણે યુવાનોને થઈ ગયું છે. લોકો ગમ્મે તે સ્થિતિ કે પરિસ્થિતિને જોયા જાણ્યા વગર રીલ બનાવવા લાગે છે. હવે તાજેતરમાં જ એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર એક યુવકે રીલ બનાવવાનું સાહસ કર્યું હતું. 
 
શું બન્યું હતું? કઈ રીતે ગયો યુવકનો જીવ?
 
પ્રાપ્ત અહેવાલો અનુસાર મધ્યપ્રદેશ (Madhya Pradesh News)ના મુરેનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ યુવક દેશી બનાવટની પિસ્તોલમાં કારતુસ લોડ કરીને મોબાઈલ કેમેરાથી રીલ બનાવતો હતો. પણ થયું એવું કે અચાનક ટ્રિગર દબાઈ ગયું તેમાંથી ગોળી વછૂટી ગઈ. ગોળી વાગતાની સાથે જ તે ઘાયલ થયો હતો. આ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને જોતાની સાથે જ મૃત જાહેર કર્યો હતો.
 
આખરે આમ બન્યું હતું... 
 
મંગળવારે આ યુવકે રીલ બનાવવા માટે કોઈની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ લીધી હતી. આ યુવકની તીવ્ર ઈચ્છા હતી કે તે સ્ટાઇલમાં રીલ રેકોર્ડ કરે. તેણે જ્યારે રીલ શુટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે મોબાઈલ કેમેરા સામે કારતૂસમાં કારતુસ લોડ કરી અને એક્શન પોઝ આપવાનું શરૂ કર્યું. અચાનક તેની આંગળી ટ્રિગર પર જકડાઈ ગઈ અને ટ્રિગર દબાવતાની સાથે જ ગોળી વાગી ગઈ હતી.
 
કોણ છે આ યુવક?
 
પ્રાપ્ત માહિતી અનુસાર છતરના પુરા ગામમાં સોમવારે જયચંદ સિંહ તોમરના પિતાનું તેરમું મનાવાઇ રહ્યું હતું. જેમાં ખિતોરા (Madhya Pradesh News)ના રહેવાસી અતર સિંહ સિકરવારનો પુત્ર જયચંદ સિંહનો 25 વર્ષીય ભત્રીજો મોનુ એ પણ હાજર રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મોનુને સેલ્ફી લેવાનો અને રીલ બનાવવાનો શોખ હતો. મંગળવારે સવારે તેને ક્યાંકથી પિસ્તોલ મળી હતી. જેની સાથે તે સેલ્ફી લઈ રહ્યો હતો અને રીલ બનાવી રહ્યો હતો. રીલ બનાવતી વખતે મોનુએ પિસ્તોલ પોતાની તરફ ફેરવતા જ તેમાંથી ટ્રિગર નીકળી ગઈ હતી અને તેમાંથી ગોળી વાગી ગઈ હતી.
 
પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા હોસ્પિટલમાં ઇમરજન્સી ફરજ પરના તબીબે તપાસ કરી હતી પરંતુ કમનસીબે યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે (Madhya Pradesh News) પહોંચી લાશને પોતાના કબજામાં લીધી હતી. 
 
પોલીસ દ્વારા મૃતક વિશે પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી દેવામાં આવ્યો હતો. અને પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે. પોલીસે ટ્રેકની સ્થાપના કરીને મામલા (Madhya Pradesh News)ની વધુ તપાસ શરૂ કરી છે.
madhya pradesh social media instagram national news india