Ludhiana: પાકિસ્તાનની કે ભારતની? અધવચ્ચે જન્મી દીકરી! નામ રખાશે ‘સરહદ’

14 January, 2024 09:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Ludhiana : ગુરુવારે આગ્રાથી પાકિસ્તાન જતી વખતે લુધિયાણામાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. તે પોતે ભારતીય છે, પરંતુ તેણે 2017માં કરાચીના રહેવાસી સાથે લગ્ન કર્યા હતા

નવજાત શિશુની પ્રતીકાત્મક તસવીર

Ludhiana: ગુરુવારે આગ્રાથી પાકિસ્તાન જતી વખતે લુધિયાણા (Ludhiana)માં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહવિશ રૈન શુક્રવારે પોતાના દેશ પાકિસ્તાન જઈ શકી નહોતી. ભારતથી પાકિસ્તાન જઈ રહેલ આગ્રાની મહિલા મેવિશે લુધિયાણા (Ludhiana)માં જ બાળકીને જન્મ (Pakistani woman gives birth to baby girl in Ludhiana) આપ્યો હતો.  મેવિશ પોતે ભારતીય છે, પરંતુ તેણે 2017માં કરાચીના રહેવાસી શોએબ રૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેનું આ ત્રીજું સંતાન છે. 

માતાએ પોતાની બાળકીનું નામ રાખ્યું ‘સરહદ’

માવિશે પોતાની આ છોકરીનું નામ `સરહદ` રાખવાનું નક્કી કર્યું છે, કારણ કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ અટવાઈ ગઈ હતી અને ત્યાં જ જન્મ (Pakistani woman gives birth to baby girl in Ludhiana) લીધો હતો. માવિશે જણાવ્યું હતું કે તે લગ્ન બાદથી પાકિસ્તાનમાં જ રહે છે. લગભગ 6 મહિના પહેલા તે પાકિસ્તાનથી ભારતમાં તેના માતા-પિતાના ઘરે આવી હતી.

હવે જ્યારે તેની ડિલિવરીની તારીખ નજીક આવી રહી હતી, ત્યારે તે પાકિસ્તાન જવા માંગતી હતી, જેથી અગાઉ જન્મેલી તેની બે દીકરીઓની જેમ તે પણ પાકિસ્તાની નાગરિક બની શકે. માવિશ તેના ભાઈ જબરન સાથે છત્તીસગઢ એક્સપ્રેસમાં અમૃતસર જઈ રહી હતી. પરંતુ અમૃતસર પહોંચતા પહેલા જ તેને લુધિયાણા (Ludhiana)માં પ્રસૂતિની પીડા થવા લાગી હતી. 

આ રીતે અધવચ્ચે જ પ્રસૂતિ પીડા થતાં જ લુધિયાણા (Ludhiana)માં ટ્રેનને રોકવી પડી હતી. ત્યારબાદ તરત જ ડોકટરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને માહિતી અનુસાર લુધિયાણા રેલવે સ્ટેશન પર જ એમ્બ્યુલન્સ બોલાવવામાં પહોંચી ગઈ હતી. અને લુધિયાણા ખાતે જ તેણે બાળકીને જન્મ (Pakistani woman gives birth to baby girl in Ludhiana) આપ્યો હતો. આ જ બાળકીનું નામ હવે ‘સરહદ’ રાખવાનું નક્કી કરાયું છે.

ક્યારે માતા અને બાળકી જઇ શકશે પાકિસ્તાન?

સિવિલ હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આગ્રાના શાહિદ નગરમાં રહેતા મહવિશના ભાઈ જિબ્રાન ખાને જણાવ્યું હતું કે પેપરની ઔપચારિકતા પૂરી ન થવાને કારણે તેની બહેન અને ત્રણ દીકરીઓએ હવે આગ્રામાં રહેવું પડશે. જોકે, કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ તેઓ પાકિસ્તાન પરત જય શકશે. 

બાળકીને ક્યાંની નાગરિકતા મળશે?

લુધિયાણામાં જન્મેલી છોકરીને ભારત અથવા પાકિસ્તાનની નાગરિકતા મળી શકે છે. ભારતમાં જન્મ બાદ જો તેના માતાપિતા તેના માટે અરજી કરે તો તે ભારતીય નાગરિકત્વ મેળવવા માટે હકદાર છે. પાકિસ્તાનના કાયદા અનુસાર ત્યાંની નાગરિકતા પણ મેળવી શકાય છે.

અત્યારે માતા અને બાળકીનું સ્વાસ્થ્ય કેવું છે?

ડિલિવરી સફળ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાળક અને માતા બંને સ્વસ્થ છે. અત્યારે તો માવિશના માતા-પિતા તેને પોતાની સાથે આગ્રા લઈ ગયા છે.

ludhiana pakistan india national news karachi