10 June, 2023 01:34 PM IST | Ludhiana | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પંજાબમાં (Punjab) લૂંટની મોટી ઘટના ઘટી છે, જેમાં બદમાશોએ લુધિયાણામાં (Ludhiana) એક કૅશ વેનમાંથી સાત કરોડ રૂપિયાની લૂંટ (Robbery) કરી છે. લૂંટની આ મોટી ઘટના બાદ વિસ્તારમાં દોડા-દોડનો માહોલ છે. ઘટના સ્થળે પોલીસના અધિકારીઓ હાજર છે.
પંજાબના (Punjab) લુધિયાણામાં (Ludhiana) કરોડોની લૂટની ઘટના સામે આવી છે. કૅશ કંપનીની ઑફિસમાંથી લૂંટારા લગભગ 7 કરોડ (7 Crores) રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે. ગેન્ગમાં એક મહિલા પણ સામેલ હતી. સૂચના મળતા જ પોલીસે કૅશ લૂંટીને ભાગેલા આરોપીઓની સર્ચિંગ વધારી દીધી છે.
અત્યાર સુધીની માહિતી પ્રમાણે, મોડી રાતે 2 વાગ્યાની આસપાસ હથિયારથી લેસ બદમાશ લુધિયાનાના (Ludhiana) રાજગુરુ નગર સ્થિત કૅશ જમા કરાનારી CMS સિક્યોરિટી કંપનીની ઑફિસમાં જઈને બ્લાસ્ટ અને ત્યાં હાજર 5-6 કર્મચારીઓને બનાવીને તિજોરીઓને બહાર રાખવામાં 7 કરોડ કૅશ લઈ ગયા. ભાગવા માટે લૂંટારાઓએ કંપનીની જ વૅનનો ઉપયોગ કર્યો. લૂંટારાઓની ગેન્ગમાં એક મહિલા સામેલ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
પોલીસ કમિશનર લુધિયાણા (Ludhiana) મનદીપ સિંહ સિદ્ધૂએ જણાવ્યું કે કૅશ કંપનીની ઑફિસમાંથી સાત કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. પોલીસે ખાલી વૅન લુધિયાણાથી 20 કિલોમીટર દૂર ગામ મુલ્લાંપુરમાં તાબે લીધી છે. ગાડીમાંથી ધારદાર હથિયાર અને બે પિસ્ટલમાં જપ્ત થઈ છે.
કમિશનર પ્રમાણે, એક આરોપીએ ઇમારતના પાછળના ભાગમાંથી એન્ટ્રી લીધી અને અન્ય લોકો મેઈન ગેટમાં અંદર આવ્યા. આ મામલે કંપનીની પણ ખૂબ જ મોટી બેદરકારી છે, કારણકે આટલી મોટી રકમ ખુલ્લી કેમેરાની આગળ જ રાખવામાં આવી હતી. પોલીસ પ્રમાણે લગભગ 10 કરોડ જેટલું કૅશ રાખવામાં આવ્યું હતું, તેમાંથી 7 કરોડ રૂપિયા લૂંટારા ઉઠાવીને લઈ ગયા.
ઑફિસરે દાવો કર્યો કે પોલીસ આ કેસ ઉકેલવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને જેલમાં નાખવામાં આવશે.
કૅશ લઈને થયા ફરાર
લૂંટની આ ઘટના શુક્રવાર અને શનિવારની રાત દરમિયાનની છે. જણાવવાનું કે જે વેનથી લૂંટારાઓએ સાત કરોડ રૂપિયા લૂંટ્યા તે વેન ફિરોઝપુર રોડ સ્થિત ગામ પંડોરી નજીકથી મળી આવી છે. લુધિયાણાથી ફિરોઝપુર તરફ અને જવાનાનક્રમમાં પંડોરી ગામ નજીક લૂંટારાઓએ વૅન હાઈવે પરથી ઉતારી અને વેન ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા.
આ પણ વાંચો : Gujarat:પોરબંદરમાં ATSએ ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, 4 શકમંદોની ધરપકડ
હથિયાર પણ થયા જપ્ત
વેનમાં ત્રણ 12 બોરની બંધૂક પણ મળી છે, પણ કારતૂસ એટલે કે ગોળીઓ મળી નથી. બદમાશોએ જેટલા પણ કૅશની લૂંટ કરી હતી તે બધી રકમ પોતાની સાથે લઈને ફરાર થઈ ગયા છે. હાઈવે પરથી ઉતારીને સાઈડમાં વેનની સૂચના મળતા જ જગરાઓના એસએસપી, ડીએસપી દાખા, એસએચઓ દાખા, લુધિયાણા (Ludhiana) સીઆઈએ -1 ઈન્ચાર્જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. આમની સાથે જ ફૉરેન્સિક એક્પર્ટ પણ તપાસમાં લાગેલા છે.