21 December, 2024 07:47 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એજન્સી
જયપુરમાં જયપુર-અજમેર હાઇવે પર ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે થયેલા એક ભીષણ અકસ્માતમાં ૧૧ લોકો જીવતા બળી ગયા.
એક ટ્રકે લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ભરેલા ટૅન્કરને ટક્કર મારી એને પગલે આગ ફાટી નીકળી અને આ આગની લપેટમાં ૩૭ વાહનો આવી ગયાં.
આજુબાજુનાં બિલ્ડિંગો પણ આગની લપેટમાં આવ્યાં.
ટૅન્કરની પાછળનાં અને ટૅન્કરની પાસેથી પસાર થયેલાં સામેના છેડાનાં વાહનો આગની લપેટમાં આવી ગયાં.