01 August, 2023 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓઈલ કંપનીઓ (Oil Company)એ મંગળવાર, 1 ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડર (Gas Cylinder Price)ની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પર પહોંચી ગઈ છે.
તેલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. જુલાઈમાં ઓઈલ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હી(Delhi)માં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 1,780 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, મે મહિનામાં તેમની કિંમતોમાં રૂ. 171.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર((LPG Cylinder)ની કિંમતોમાં અચાનક વધારો કર્યો હતો. વધારા બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધુ ચૂકવવા પડ્યા હતાં.. રાહતની વાત એ છે કે તે સમયે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો હતો.
તેલ અને માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દરમાં વધારો લાગુ કર્યા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર(LPG Cylinder Price)ની કિંમત સિલિન્ડર દીઠ રૂ. 1780 થયો હતો. એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1902 રૂપિયા, મુંબઈ (Mumbai)માં 1740 રૂપિયા અને ચેન્નાઈમાં 1952 રૂપિયા થયો હતો.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં લોકોએ એકદમ સસ્તાદરે સિલિન્ડર મળી શકે છે. રાજસ્થાનની તર્જ પર, છત્તીસગઢમાં પણ સસ્તા સિલિન્ડર આપવાને લઈને રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે ભૂપેશ સરકાર ઓગસ્ટથી 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી શકે છે.