LPG Cylinder Price:બે મહિના બાદ ફરી ભાવમાં વધારો, જાણો મુંબઈમાં કેટલી થઈ કિંમત

04 July, 2023 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓઈલ કંપનીઓએ ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price hike)માં વધારો કર્યો છે. જાણો મુંબઈ જેવા મોટા શહેરોમાં એક સિલિન્ડરની કિંમત કેટલી થઈ?

પ્રતીકાત્મક તસવીર


ઓઈલ કંપનીઓએ ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price hike)માં વધારો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર((LPG Cylinder)ની કિંમતોમાં અચાનક વધારો કર્યો છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહેલા કરતા વધુ ચૂકવવા પડશે. રાહતની વાત એ છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

તાજેતરના વધારા પછી, મહાનગરોમાં કિંમતો

તેલ અને માર્કેટિંગ કંપનીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દરમાં વધારો લાગુ કર્યા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર(LPG Cylinder Price)ની કિંમત સિલિન્ડર દીઠ રૂ. 1780 થઈ જશે. એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1902 રૂપિયા, મુંબઈમાં 1740 રૂપિયા અને ચેન્નાઈમાં 1952 રૂપિયા થઈ જશે.

ગયા મહિને ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

પેટ્રોલિયમ કંપનીઓએ જૂનની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડર(LPG Cylinder)ના ભાવમાં ઘટાડો કર્યો હતો. કંપનીઓએ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 મેના રોજ 1856.50 રૂપિયા હતી, જે 1 જૂને ઘટીને 1773 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર

એક તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ એપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 1 માર્ચ, 2023ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાં રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયામાં મળે છે, તો કોલકાતામાં તમે તેને 1129 રૂપિયામાં ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં લોકોએ એકદમ સસ્તાદરે સિલિન્ડર મળી શકે છે. રાજસ્થાનની તર્જ પર, છત્તીસગઢમાં પણ સસ્તા સિલિન્ડર આપવાને લઈને રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે ભૂપેશ સરકાર ઓગસ્ટથી 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી શકે છે. દરમિયાન આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેલિપેડ પર સીએમ ભૂપેશ બઘેલે મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાનમાં 500 રૂપિયામાં સિલિન્ડર આપ્યા છે, પરંતુ છત્તીસગઢમાં મેનિફેસ્ટો માટે પણ કંઈક રાખવું પડશે. હાલ તમામ કામ કરી દેશું તો મેનિફેસ્ટો માટે શું બાકી રહેશે.

national news gujarati mid-day mumbai delhi