‘પાંડવોની તો પાંચ ગામની માગણી હતી; પણ હિન્દુઓ તો કાશી, મથુરા અને અયોધ્યા ત્રણ જ માગી રહ્યા છે’

08 February, 2024 09:26 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

યોગી આદિત્યનાથે સમાજવાદી પક્ષ (એસપી)ના નેતા અખિલેશ યાદવને ટાર્ગેટ કરતાં કહ્યું હતું કે અખિલેશ તેમના પ્રવચનથી વાતને બીજે ફંટાવી રહ્યા છે. તેમની વાતો તથ્યહીન છે.

યોગી આદિત્યનાથ

લખન​ઉ ઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાભારત કાળનો ઉલ્લેખ કરતાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજનાં ત્રણ મુખ્ય સ્થળો એટલે કે કાશી, મથુરા અને અયોધ્યા વિશે આક્રમક નિવેદન આપ્યું છે અને પાંડવોનાં પાંચ ગામની માગણીની સરખામણી કરી છે. યોગી આદિત્યનાથે રાજ્યના બજેટ સત્ર દરમ્યાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘પાંડવોએ કૌરવો પાસેથી માત્ર પાંચ ગામની માગણી કરી હતી, પરંતુ દુર્યોધન એ પણ આપી શક્યો નહીં.’ સીએમ યોગીએ કહ્યું કે ‘દુર્યોધને કહ્યું હતું કે સોયની અણી બરાબર પણ જમીન આપીશ નહીં. આ કારણે મહાભારતનું યુદ્ધ થયું.’  યોગીએ વધુમાં કહ્યું કે પાંડવોની પણ પાંચ ગામની માગણી હતી, જ્યારે હિન્દુ સમાજ માત્ર ત્રણની માગણી કરી રહ્યો છે અને એ છે કાશી, મથુરા અને અયોધ્યા.
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંસદમાં સંબોધન કર્યું હતું. યોગી આદિત્યનાથે સમાજવાદી પક્ષ (એસપી)ના નેતા અખિલેશ યાદવને ટાર્ગેટ કરતાં કહ્યું હતું કે અખિલેશ તેમના પ્રવચનથી વાતને બીજે ફંટાવી રહ્યા છે. તેમની વાતો તથ્યહીન છે.

national news yogi adityanath uttar pradesh akhilesh yadav samajwadi party