11.40ના મૂહુર્તમાં પીએમ મોદી કાશીથી ભરશે નામાંકન, કેમ આ ખાસ સમયની થઈ પસંદગી?

13 May, 2024 08:46 PM IST  |  Kashi | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી નામાંકન માટે વારાણસી શહેરને ખાસ રીતે શણગારવામાં આવ્યો છે. પીએમ મોદી નામાંકનથી પહેલા રોડ શૉ પણ કરશે, આ દરમિયાન તેમની સાથે સૂબાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

Lok Sabha Election 2024: પીએમ નરેન્દ્ર મોદી નામાંકન માટે વારાણસી શહેરને ખાસ રીતે શણગારવામાં આવ્યો છે. પીએમ મોદી નામાંકનથી પહેલા રોડ શૉ પણ કરશે, આ દરમિયાન તેમની સાથે સૂબાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મે એટલે મંગળવારે વારાણસીથી પોતાનું નામાંકન ભરશે. આને લઈને દરેક પ્રકારની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. નામાંકન ભરતા પહેલા પીએમ મોદી આજે સાંજે વારાણસીમાં એક રોડ શૉ પણ કરશે. પીએમ મોદીનું મંગળવારે થનાર નામાંકન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આની સૌથી મોટું કારણ મા ગંગા છે. જણાવવાનું કે પીએમ મોદી વારાણસીથી સાંસદ બન્યા પછીથી ગંગા નદીને પોતાની મા જેવી ગણાવી રહ્યા છે.

પીએમ મોદીએ પોતાના નામાંકન માટે 14 મે ની તારીખ પસંદ કરી છે. તે એક સરળ વસ્તુ જેવી લાગે છે, પરંતુ જો તમે આ તારીખને નજીકથી જોશો, તો તમને ખબર પડશે કે આ વર્ષે 14 મેના રોજ ગંગા સપ્તમીનો એક મહાન તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદી પૃથ્વી પર ઉતરી હતી. (Lok Sabha Election 2024)

ગંગા સપ્તમી ક્યારે છે?
પીએમઓ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 14 મેના રોજ સવારે 11.40 વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરશે. ગંગા સપ્તમીના શુભ મુહૂર્તની વાત કરીએ તો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી 13 મે, 2024 ના રોજ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે અને 14 મેના રોજ સાંજે 6.49 વાગ્યા સુધી ચાલશે. 

પીએમ મોદીના નામાંકન સમયે 18થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે
મળતી માહિતી મુજબ, પીએમ મોદીના નામાંકન સમયે 18થી વધુ કેબિનેટ મંત્રીઓ સહિત 36 વીઆઈપી હાજર રહી શકે છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ભાજપે પીએમ મોદીના નામાંકનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. ભાજપે પોતાના તમામ મોટા નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે પીએમ મોદીના નામાંકનને પૂર્ણ કરવા માટે વિશેષ તૈયારીઓ કરી છે.

નામાંકન દાખલ કરતા પહેલા આસ્થા સ્નાન કરશે પ્રધાનમંત્રી
પીએમ મોદી મંગળવારે તેમના નામાંકન પહેલા અસ્સી ઘાટ પર સ્નાન કરશે અને ધ્યાન કરશે. આ પછી તેઓ કાલ ભૈરવ મંદિરની મુલાકાત લેશે. મંદિરની મુલાકાત લીધા બાદ તેઓ એનડીએના નેતાઓ સાથે બેઠક પણ કરશે. 

Lok Sabha Election 2024: પીએમ મોદીએ 2014 અને 2019માં નામાંકન પહેલા બાબા કાલ ભૈરવની મુલાકાત પણ લીધી હતી. આ મંદિરના મહાંતનું કહેવું છે કે બાબા કાલ ભૈરવની પરવાનગી વિના વારાણસીમાં કોઈ રહી શકતું નથી. આ વખતે બાબાનો જન્મ દિવસ મંગળવારે આવે છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. 

2014માં જ્યારે પીએમ મોદી પહેલીવાર વારાણસીથી પોતાનું નામાંકન દાખલ કરવા આવ્યા હતા, ત્યારે તેમણે નામાંકન બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે...

જુઓ ભાઈ, ન તો હું અહીં આવ્યો છું, ન તો કોઈએ મને મોકલ્યો છે, મને મા ગંગાએ બોલાવ્યો છે. 
પીએમ મોદીના નામાંકન માટે આખા વારાણસીને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. નામાંકન દાખલ કરતા પહેલા પીએમ મોદી વારાણસીમાં રોડ શો પણ કરશે. બાબા કાલ ભૈરવના દર્શનથી માંડીને વિશેષ પૂજાઓ અને પછી રોડ શો સુધી, આ તમામ પ્રસંગોને ધ્યાનમાં રાખીને વારાણસીને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદીના રોડ શો માટે હજારો કિલો ફૂલોનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. 

narendra modi Kashi varanasi national news Lok Sabha Election 2024 Lok Sabha