11 April, 2019 06:50 PM IST |
મહેબૂબા પર ગંભીરના પ્રહાર
લોકસભા ચૂંટણીની શરુઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું વોટિંગ પતી ગયું છે. આવનારા તબક્કાને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. ક્રિકેટર માંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે આજે જમ્મૂ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીને લઈને સભા કરી હતી. આ જનસભા દરમિયાન ગૌતમ ગંભીરે જમ્મૂ કાશ્મીરની મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી પર હમલો બોલ્યો હતો.
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, મહેબૂબા મુફ્તી મને બ્લોક કરી શકે છે પરંતુ દેશની 130 કરોડ જનતાને બ્લોક નહી કરી શકે. દેશમાં એક લહેર ચાલી રહી છે આ લહેરમાં મહેબૂબા મુફ્તી સામેલ નથી. 2014માં વિકાસના નામની લહેર હતી હવે તે 2019માં એક સુનામી બની ચૂકી છે.'
આ પણ વાંચો: રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, SPGએ ખોલ્યો રાઝ
ગૌતમ ગંભીર અને મહેબૂબા મુફ્તી વચ્ચે આ પહેલા પણ ઘણી વાર ટ્વિટર વૉર થઈ ચૂકી છે. ગંભીરે ગુરુવારે ઉધમપુર જિલ્લાના રામનગર જિલ્લામાં જનસભા કરી હતી અને કહ્યું હતું કે દેશમાં ક્યારેય બે વડાપ્રધાન ન હોઈ શકે. જમ્મૂ કાશ્મીરમાં 18 એપ્રિલે મતદાન થવાનું છે. બે વડાપ્રધાનના નિવેદન પર ગૌતમ ગંભીરે ઓમર અબ્દુલ્લા પર શાબ્દિક હુમલો કર્યો હતો જેની પર ઓમર અબ્દુલ્લાએ પણ જવાબ આપતા માહોલ ગરમાયો હતો.