07 June, 2024 05:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
યોગી આદિત્યનાથ અને પીએમ મોદીની ફાઇલ તસવીર
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ એકદમ ચોંકાવનારા હતા. જો કે તેમાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP)નો કિલ્લો ગણાતા ઉત્તર પ્રદેશ (UP)માં ભાજપની (Lok Sabha Elections Results 2024) જ હાર થઈ હતી. આ સાથે અયોધ્યામાં પણ બીજેપીને પરાભવનો સામનો કરવો પડ્યો હતો. યુપીમાં ભાજપની હારની ચર્ચા આખા દેશમાં છે તેમ જ હવે યુપીમાં ભાજપની હાર અંગે પક્ષના મોટા નેતાઓ બેઠક યોજી રહ્યા છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ સાથે એનડીએના તમામ મિત્ર પક્ષોના નેતાઓ નવા કેન્દ્ર સરકારનું ગઠન કરવા પહેલા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળ્યા હતા. આ દરમિયાન એનડીએના તમામ રાજકીય પક્ષોના સાથે બીજેપી શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ હાજર હતા. જોકે યુપીમાં હાર બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાત્થ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તે પળ સીએમ યોગી આદિત્યનાથને મુલાકાત કરી તે પળની તસવીર ખૂબ જ ચર્ચામાં છે.
એનડીએ પક્ષોના નેતાઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Lok Sabha Elections Results 2024) સાથે મુલાકાત કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથએ કહ્યું કે, "એક ભારત-શ્રેષ્ઠ ભારત`ના શિલ્પકાર, અમૃતકાળના સારથિ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વખત સર્વસંમતિથી ભાજપ રાજકીય પક્ષ, એનડીએ રાજકીય પક્ષ અને લોકસભાના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે તે માટે તેમને હાર્દિક અભિનંદન. વડા પ્રધાન મોદીના યશસ્વી નેતૃત્વમાં એનડીએ પરિવાર `આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત`ના નિર્માણ અને 140 કરોડ પરિવારીજનોની સેવાની પૂર્ણ રીતે સંકલ્પિત કરશે.”
આ બેઠક બાદ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના (Lok Sabha Elections Results 2024) પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરએ પણ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતનો વીડિયો ઓમ પ્રકાશ રાજભરએ પોતાના સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, "ફરી એક વખત મોદી સરકાર. નરેન્દ્ર મોદીને બીજેપી રાજકીય પક્ષના નેતા, એનડીએના રાજકીય પક્ષના નેતા અને લોકસભાના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે એટલે તેમને અનેક શુભેચ્છાઓ."
વડા પ્રધાન મોદી એનડીએના વિજય બાદ જ્યારે જૂના સંસદ ભવનના (Lok Sabha Elections Results 2024) સેન્ટ્રલ હોલમાં બેઠક માટે પહોંચ્યા, ત્યારે તેમણે ભારતના સંવિધાનને તેમના મથા પર લગાવી તેને નમન કર્યું. તેમણે નમ્રતાથી અને સન્માન પૂર્વક સંવિધાનને તેમના મથા પર લગાવ્યું હતું. પીએમ મોદીએ આ પેહલા પણ અનેક વખત ભારતના સંવિધાનને માથે લગાવી નમન કર્યું છે. 2014માં, સંસદ ભવનના મુખ્ય દ્વાર પર બીજેપીની એક બેઠક માટે પહોંચ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના પ્રવેશ દ્વાર પર હાથ જોડીને જમીનને સ્પર્શ કરી હતી. 2024ની લોકસભાની ચૂંટણીમાં એનડીએએ 293 બેઠકો પર જીત મેળવી છે, જેમાં BJPએ 240 બેઠકો મળી છે.