પીએમ નરેન્દ્ર મોદીએ બાનવી રોટલી, ગુરુદ્વારામાં ભોજન પીરસી આપી સેવા, જુઓ વીડિયો

13 May, 2024 12:03 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: વડા પ્રધાન મોદીનો ગુરુદ્વારામાં સેવા આપવાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારામાં ભોજન બનાવ્યું હતું. (તસવીર સૌજન્ય : એએનઆઇ)

લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections 2024) ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવારોના પ્રચાર માટે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં છે. સોમવારે વડા પ્રધાન નરેદ્ર મોદી બિહારના પાટનગર પટનાના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને ગુરુદ્વારામાં પ્રાર્થના કરીને ત્યાં સેવામાં પણ ભાગ લીધો હતો. વડા પ્રધાન મોદીનો ગુરુદ્વારામાં સેવા આપવાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (Lok Sabha Elections 2024) ગુરુદ્વારામાં સેવા આપવામાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેમણે માથા પર કેસરી રંગની પંજાબી પાઘડી પહેરી છે, તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારાનો પ્રસાદ લઈને લંગર બનતા ભાગમ જઈને ભોજન પણ બનાવ્યું  હતું. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી પણ બનાવી હતી તેમ જ લોકોને પોતાના હાથ વડે લોકોને ભોજન પણ પીરસ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં સેવા (Lok Sabha Elections 2024) કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રવિશંકર પ્રસાદ અને અશ્વિન ચૌબે પણ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન બન્યા છે, જેમણે પટના સાહિબના ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રસ્તા પરથી ગુરુદ્વારા જઈ રહ્યા હતા તે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હતું જેને લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્સ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. જોકે રોડ પર લગાવવામાં આવેલા બેરીકેડને હટાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુદ્વારા પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પટના મુલાકાતને (Lok Sabha Elections 2024) લીધે શહેરમાં દરેક ખૂણે અને પીએમના જવાના દરેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીને ગુરુદ્વારામાં આવ્યા સિખ સમુદાયના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમ જ પીએમ મોદીના સ્વાગત માટે તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાને શણગારવામાં આવ્યો હતો.

ગુરુદ્વારાની મુલાકાત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પટનાના ઇકો પાર્કમાં પહોંચ્યા હતા. તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત (Lok Sabha Elections 2024) રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પટનાના ગુરુદ્વારાની મુલાકાત લઈને ત્યાં માથું ટેકયું હતું. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારાનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. પીએમ મોદીએ ગુરુદ્વારામાં સેવામાં આપવા માટે રોટલી પણ બનાવી હતી અને આ સાથે તેમણે ગુરુદ્વારાના લંગરમાં પોતાના હાથે ભોજન બાનવી લોકોને પોતાના હાથેથી જમવાનું પણ પીરસ્યું હતું.

narendra modi Lok Sabha Election 2024 Lok Sabha patna bharatiya janata party bihar viral videos national news