07 June, 2024 02:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ એમ ત્રણેય લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સરકાર બનાવી શકે એટલી બેઠક મેળવી નથી શકી એટલે કૉન્ગ્રેસે હારની હૅટ-ટ્રિક કરી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દાદરા અને નગર હવેલી ઍન્ડ દમણ-દીવ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, દિલ્હી, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ જેવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ બેઠક નથી મળી. આવી જ રીતે લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી એમાં ઓડિશાને બાદ કરતાં ત્રણ રાજ્યમાં કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૪૪, ૨૦૧૯માં બાવન અને આ વખતની ચૂંટણીમાં ૯૯ બેઠક મળી છે.