પીએમ મોદીના રોક મેમોરિયલ મેડિટેશન પર લાગશે પ્રતિબંધ? કૉંગ્રેસે કરી ફરિયાદ દાખલ

30 May, 2024 01:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

Lok Sabha Elections 2024: ચૂંટણી પંચને 48 કલાકની મૌન અવધિ દરમિયાન, મોદીના કાર્યક્રમને પ્રસાર કરવાની મંજૂરી ન આપવી જોઈએ, એવી વિનંતી કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેડિટેશન’ કાર્યક્રમને (Lok Sabha Elections 2024) રોકવા માટે કૉંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. કૉંગ્રેસે આરોપ કર્યો હતો કે 30મી મેથી કન્યાકુમારીમાં વડા પ્રધાન મોદી દ્વારા જે મેડિટેશન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે 2024ની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાની ચૂંટણી પહેલાના 48 કલાક મૈન અવધિનો ભંગ છે, જેથી તેને રોકવામાં આવે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા (Lok Sabha Elections 2024) રણદીપ સુર્જેવાલા, અભિષેક સિંહવી અને સૈયદ નસીર હુસૈનના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને એક યાદી આપી હતી. આ યાદીમાં ચૂંટણી પંચને પીએમ મોદીને પહેલી જૂનનું મતદાન પૂર્ણ થયા પછી જ મેડિટેશન કાર્યક્રમ શરૂ કરવા દેવમાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી. જો તેઓ ગુરુવાર સાંજથી મેડિટેશન શરૂ કરવા માટે જોર આપે છે, તો પીએમ મોદીનો આ કાર્યક્રમ કોઈપણ મીડિયા ચેનલ દ્વારા પ્રસારિત ન કરવામાં આવે તેમ જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી અરજી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે કહ્યું કે મીડિયાથી જાણવા મળ્યું છે કે પીએમ મોદી કન્યાકુમારીના વિવેકાનંદ રૉક મેમોરિયલમાં 48 કલાકનું ધ્યાન કરવાના છે. પીએમ મોદીનો આ કાર્યકરમ દેશભરમાં પ્રસારિત થશે જેને લીધે જ્યાંથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે તે વારાણસીમાં 48 કલાકની મૌન અવધિનું ઉલ્લંઘન થશે.

ધ્યાન યાત્રા યોજીને પીએમ મોદી 48 કલાકની મૌન અવધિનો ભંગ (Lok Sabha Elections 2024) કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પ્રચારને મજબૂત બનાવવા અને તેમના મત હિસ્સાને વધારવા માટે પસંદ કરેલા સ્થળના સાંસ્કૃતિક મહત્વનો ઉપયોગ કરી રહ્યા છે, જે ચૂંટણી કાનૂનના ભંગ છે એવો દાવો કૉંગ્રેસે કર્યો હતો. તેમણે કહ્યું કે આ પણ આચાર સંહિતાનો એક પ્રકારે ભંગ જ છે અને ચૂંટણીના સમયગાળા દરમિયાન પાર્ટીઓ અને ઉમેદવારો માટેના કરવાના અને ના કરવાના આદેશનો ભંગ કરે છે.

ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કર્યા બાદ સિંહવીએ જણાવ્યું કે, "ચૂંટણી પંચને 48 કલાકની મૌન અવધિ દરમિયાન, મોદીના આ કાર્યક્રમને પ્રસાર કરવાની મંજૂરી ન આપવી જોઈએ એવવી અરજી કરવામાં આવી છે. અમને કોઈ પણ નેતા કંઈ પણ કરે તે અંગે કોઈ વાંધો નથી. તેઓ `મૌન વ્રત` રાખે અથવા કંઈપણ કરે જોકે તે મૌન અવધિ દરમિયાન પોતાનો પ્રચાર ન કરે તે બાબતે ધ્યાન આપવું જોઈએ."

"અમે ફરિયાદ કરી છે કે મોદીએ 30 મે સાંજથી `મૌન વ્રત` પર બેસવાનું જાહેર કર્યો ત્યારથી મૌન અવધિ શરૂ થાય છે. આ આચાર સંહિતાનો ભંગ છે. આ પ્રચાર ચાલુ રાખવા અથવા હેડલાઇન્સમાં (Lok Sabha Elections 2024) રહેવા માટેની ચતુરાઇ છે. અમે ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે મોદીએ પહેલી જૂનની સાંજે `મૌન વ્રત`  શરૂ કરવું જોઈએ અને જો તેઓ આ વ્રત કાલથી શરૂ કરે તો તેમના આ કાર્યક્રમને કોઈપણ પ્રિન્ટ અથવા ઓડિયો-વિઝ્યુઅલ મીડિયામાં પ્રસારિત નહીં કરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

narendra modi Lok Sabha Election 2024 congress election commission of india national news new delhi