આતંકવાદી તમારા ફોનને બૉમ્બની જેમ બ્લાસ્ટ કરી શકે છે? જાણો કેવી રીતે...

18 September, 2024 05:11 PM IST  |  Mumbai | Manav Desai

પેજરનો મહત્તમ ભાગ પ્લાસ્ટિકનો બનેલો હોય છે અને ઉપરના ભાગમાં નાના ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે. આ પેજરને લિથિયમ આઇરન બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવે છે અને આ જ બેટરી દ્વારા વિસ્ફોટ કરવામાં આતંકીઓને સહાયતા મળે છે

પેજર બ્લાસ્ટને દર્શાવવા માટે વપરાયેલી એઆઈ નિર્મિત તસવીર

તાજેતરમાં થયેલો લેબોનેનનો હુમલો અને હુમલામાં વપરાયેલ પેજરના ગેર ઉપયોગ વિષે આપણે સહુ કોઈ જાણતા હશું, પણ શું તમે જાણો છો કે તમારો ફોન પણ હવે આતંકવાદીઓથી બચી શકતો નથી.

કઈ રીતે પેજર દ્વારા થયો વિસ્ફોટ
ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠન પર મંગળવારે મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ દ્વારા વિસ્ફોટ થયા હતા. ૯ લોકોનું મૃત્યુ અને ૩ હજારથી વધુ સભ્યોને ગંભીર ઇજા પહોંચાડનાર આ હુમલામાં ઇઝરાયલની સીક્રેટ એજન્સિ મોસાદનો હાથ પણ માનવામાં આવી રહયો છે. અહીં મહત્વની વાત એ છે કે વર્ષો સુધી મેસેજ માટે વપરાતા પેજરમાં એકજ સમયે વિસ્ફોટ થવું કેવી રીતે શક્ય છે? હુમલો થયાં બાદ હવે ધીરે ધીરે વિશેષજ્ઞો આ વિસ્ફોટના ટેક્નિકલ ભાગને સમજી રહ્યા છે.

મોબાઈલના સમયમાં હિઝબુલ્લાહ સંગઠન કેમ કરે છે પેજરનો ઉપયોગ?
મોબાઈલના યુગમાં હિઝબુલ્લાહ જેવા સંગઠનનું પેજરનો ઉપયોગ કરવું એ કોઈ સંયોગ નહીં પણ એક સમજી વિચારીને વાપરવામાં આવેલી યોજના છે. મોસાદ દ્વારા હિઝબુલ્લાહના આતંકીઓની ગતિ વિધિઓનું ચોક્કસ નિરીક્ષણ કરવામાં આવતું હતું. આતંકીઓ દ્વારા વપરાતા મોબાઈલ દ્વારા તેમની લેટેસ્ટ અથવા છેલ્લી લોકેશનને આધાર માની ઘણા આતંકીઓનો ખાતમો કરવામાં આવતો. મોસાદ આતંકીઓની ગતિવિધિઓથી દૂર રહે તે માટે હિઝબુલ્લાહએ પેજરનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. સૂત્રોના અહેવાલ મુજબ મોસાદ આ વાત ઘણા સમયથી જાણતું હતું. પેજર યંત્રની બનાવટ નાના વિસ્ફોટ માટે ખૂબ જ જટિલ એવી પણ માનવામાં આવતી.

કઈ રીતે પેજર બને છે વિસ્ફોટક?
પેજરનો મહત્તમ ભાગ પ્લાસ્ટિકનો બનેલો હોય છે અને ઉપરના ભાગમાં નાની ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે. આ પેજરને લિથિયમ આઇરન બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવે છે અને આજ બેટરી દ્વારા વિસ્ફોટ કરવામાં આતંકીઓને સહાયતા મળે છે. સૂત્રોના અહેવાલ મુજબ જ્યારે  હિઝબુલ્લાહ સંગઠન દ્વારા પેજર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારેજ પેજરમાં વિસ્ફોટકો ફિટ કરવામાં આવ્યા હતા, કેટલાક લોકો એવું પણ કહે છે કે પેજરના બેટરી વાળા ભાગમાં અડધી બેટરી અને અડધા વિસ્ફોટકો આમ વિભાજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારના શારીરિક સંપર્ક વગર વિસ્ફોટ કરવાની આ રીત ડ્રોનમાં વપરાય છે. પેજરની બેટરી વાળા ભાગમાં અત્યંત નાનો વિસ્ફોટ કરવામાં આવે છે અને આ વિસ્ફોટ પણ ઇલેક્ટ્રિક વાયર દ્વારા દુનિયામાં ગમે ત્યાંથી કંટ્રોલ થઈ શકે છે. આગળ જઈને આ નાનો વિસ્ફોટ બેટરીમાં રહેલા લિથિયમ સાથે સંપર્કમાં આવીને મોટો વિસ્ફોટ કરે છે. 

કઈ રીતે થાય છે હેકિંગ?
આપણાં જેવા સામાન્ય લોકો માટે પણ આ વિસ્ફોટ એક ગંભીર ઘટના છે. વિશ્વના લગભગ બધા જ મોબાઈલમાં લિથિયમની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા સંપર્ક માટે વપરાતા રેડિયો વાઇબ્રેશનને આસાનીથી હેક કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણાં ફોનમાં વપરાતો વાઇબ્રેટ અથવા સાઇલેંટ મોડ કોઈ ધ્વનિ નહીં પરતું ફોનમાં રહેલી નાની મોટરના વિચિત્ર રીતે ફરવાને કારણે આવતો કંપનનો અવાજ છે. જ્યારે જ્યારે આપણે ફોન સાઇલેંટ મોડ પર રાખીએ, ત્યારે નાના કરેંટને મોટર કંપનમાં રૂપાંતર કરી આપણાં સુધી મેસેજ પહોંચાડે છે. 

વધતી જતી ટેક્નિકલ પ્રગતિને જોતાં એટલું તો ચોક્કસ છે કે સરકારના ડાઇરેક્ટ સપોર્ટ અથવા સુરક્ષા કારણો વગર પ્રાઇવસી ધરાવતા આપણાં મોબાઈલને હેક કરવું અને તેને બ્લાસ્ટ કરવો સહેલું કામ નથી.But as a wise man once said "Privacy Is A Myth Just Like Democracy" (જેમ સમજદાર વ્યક્તિએ કહ્યું છે તેમ (પ્રાઈવસી એ મિથ છે ડેમોક્રેસીની જેમ જ)

national news terror attack hamas israel gaza strip exclusive gujarati mid-day