મીશો અને ફ્લિપકાર્ટ પર વેચાઈ રહ્યા છે લૉરેન્સ બિશ્નોઈની તસવીરવાળા ટી-શર્ટ, લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

07 November, 2024 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Lawrence Bishnoi T-Shirts selling on Flipkart and Meesho: મીશોના પ્રવક્તાએ કંપનીનું ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કહ્યું કે તાત્કાલિક પગલાં લઈને તેઓએ આ પ્રોડક્ટને વેબસાઈટ પરથી હટાવી દીધી છે.

તસવીર: સોશિયલ મીડિયા

ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગેન્ગ તરફથી દેશના અનેક અગ્રણી સેલેબ્સ અને નેતાઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જોકે કેટલાક લોકો લૉરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi T-Shirts selling on Flipkart and Meesho) સપોર્ટ પણ કરી રહ્યા હોવાનું સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર લૉરેન્સને સપોર્ટ કરવા માટે અનેક લોકો પોસ્ટ કરે છે, જોકે હાલમાં એવો કિસ્સો કિસ્સો સામે આવ્યો છે જેમાં દેશના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા લૉરેન્સ બિશ્નોઈની તસવીરવાળા ટી-શર્ટ વેચવામાં આવી રહ્યા છે. આ કિસ્સાને લઈને હવે લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે તો કેટલાકે તેના સામે વાંધો ઉઠાવ્યો છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો અને ફ્લિપકાર્ટને કુખ્યાત ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની તસવીર સાથે ટી-શર્ટ વેચવા બદલ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વધી રહેલા વિવાદને જોઈને મીશોએ (Lawrence Bishnoi T-Shirts selling on Flipkart and Meesho) આ મામલે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે અમે કાર્યવાહી કરી છે અને આ પ્રોડક્ટને વેબસાઈટ અને ઍપ પરથી હટાવી દીધા છે. મીશોના પ્રવક્તાએ કંપનીનું ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કહ્યું કે તાત્કાલિક પગલાં લઈને તેઓએ આ પ્રોડક્ટને વેબસાઈટ પરથી હટાવી દીધી છે. અમે અમારા તમામ વપરાશકર્તાઓને સલામત અને વિશ્વસનીય શોપિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

તે જ સમયે, સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મીશો પર ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની તસવીરવાળા ટી-શર્ટ (Lawrence Bishnoi T-Shirts selling on Flipkart and Meesho) 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીની કિંમતમાં વેચાઈ રહ્યા છે. ફિલ્મ મેકર આલીશાન જાફરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સવાલ ઉઠાવ્યા હતા તેણે પોસ્ટમાં કહ્યું કે આવા ટી-શર્ટ યુવા પેઢીમાં ખોટા આદર્શો સ્થાપિત કરી શકે છે. આને ગંભીર મુદ્દો ગણાવતા તેમણે કહ્યું કે આવા ઉત્પાદનો ગુનેગારો પ્રત્યે સહાનુભૂતિ વધારી શકે છે. જોકે આ મામલે હજી સુધી ફ્લિપકાર્ટ દ્વારા કોઈપણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી તેમ જ લૉરેન્સ બિશ્નોઈના ટી-શર્ટ લોકલ બજારોમાં પણ વેચાઈ રહ્યા છે જેની સામે પોલીસ શું પગલાં લેશે તે હવે જોવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે લૉરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત ગેન્ગસ્ટર છે, જેની સામે ઘણા ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. લૉરેન્સ વિરુદ્ધ UAPA હેઠળ ચાર કેસ પણ નોંધાયેલા છે. તાજેતરમાં તેની ગેન્ગે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાબા સિદ્દીકીની (Lawrence Bishnoi T-Shirts selling on Flipkart and Meesho) હત્યાની જવાબદારી લીધી હતી. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મર્ડર કેસમાં તેની ગેન્ગનું નામ પણ સામે આવ્યું હતું, જે બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચા થવા લાગી હતી. આ સાથે તેણે બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાનને પણ મારી નાખવાની અનેક ધમકી આપી છે અને સલમાનના ઘરની બહાર ગોળીબાર પણ કર્યો હતો, જેને પગલે લૉરેન્સ બિશ્નોઈથી જોડાયેલી દરેક બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

lawrence bishnoi flipkart social media national news new delhi