ઉજ્જૈનના મહાકાલ મંદિરનો લાડુ-પ્રસાદ ૧૩ પ્રકારની ટેસ્ટમાં પાસ

07 October, 2024 06:46 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એમ લૅબોરેટરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુમાં ચરબીયુક્ત ઘી વપરાતું હોવાના આરોપ બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના લાડુની શુદ્ધતાની તપાસ કરાવવામાં આવી હતી અને ૧૩ પ્રકારની ટેસ્ટમાંથી આ લાડુ પાસ થયો હતો. આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એમ લૅબોરેટરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) પાસેથી માન્યતાપ્રાપ્ત મધ્ય પ્રદેશની આધુનિક લૅબોરેટરીમાં આ પ્રસાદના લાડુની ટેસ્ટ કરવામાં આવી હતી અને લાડુ બનાવવા માટે વપરાતા ઘી, દાળ સહિતના વિવિધ ઘટકોમાં કોઈ જાતની ભેળસેળની જાણકારી મળી નહોતી.

national news india ujjain madhya pradesh religious places