27 August, 2024 08:23 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન બાદ તૈયાર કરવામાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હવે કેન્દ્ર સરકારે પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ પાંચ જિલ્લાનાં નામ ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ રહેશે. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આના કારણે સુવિધા અને સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. પાંચ જિલ્લા ઊભા કરવા માટે મૂલ્યાંકન કરવા સરકારે કમિટી બનાવી છે જે ત્રણ મહિનામાં એનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને નજરમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારની યોજનાઓનો લાભ લોકોના ઘર સુધી પહોંચે એનો આ પ્રયાસ છે.