Ladakh Flood: પ્રેક્ટિસ દરમિયાન અચાનક નદીમાં આવ્યું પૂર, સૈનિકો ડૂબી ગયા હોવાની શંકા

29 June, 2024 11:52 AM IST  |  Ladakh | Gujarati Mid-day Online Correspondent

Ladakh Flood:અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું જેને કારણે પ્રેક્ટિસ કરી રહેલા સૈનિકો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયાં હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લદ્દાખથી અત્યારે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં નદીમાં પ્રેક્ટિસ કરી રહેલા સૈનિકોનાં મૃત્યુ થવાના અહેવાલો મળી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું (Ladakh Flood) જેને કારણે પ્રેક્ટિસ કરી રહેલા સૈનિકો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયાં હતા. તણાઇ જવાને કારણે પાંચ સૈનેકોનાં મોત થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

અત્યારે સૈનિકોની શોધખોળ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે 

સંરક્ષણ અધિકારીઓના નિવેદન અનુસાર પૂર્વ લદ્દાખના શનિવારે વહેલી સવારે અચાનક નદીમાં પૂર (Ladakh Flood) આવ્યું હતું જેને કારણે સૈન્યના સૈનિકો તણાઇ ગયાં હતા. તણાઇ ગયેલા સૈનિકોમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તેમ જ અન્ય ચાર રેન્કનો સમાવેશ છે એવા અહેવાલ મળ્યા છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી આ પાંચેય સૈનિકો ડૂબી ગયાં છે. LAC નજીક દૌલત બેગ ઓલ્ડી અને ન્યોમા-ચુશુલ ક્ષેત્રમાં બાકીના ચાર સૈનિકોની અત્યારે શોધ કરવામાં આવી રહી છે.

અન્ય સૈનિકો પણ ઘાયલ થયા છે?

પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ અધિકારીઓ સૈનિકોને નદી પાર કરવવાની પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા ટે દરમિયાન આ આપત્તિ સર્જાઇ હતી. અચાનક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં પાંચ સૈનિકોના મોત ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આર્મી અધિકારીઓનું કહેવું છે કે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ એક નદી છે જેમાં કવાયત પહેલા પાણીનું સ્તર વધારે નહોતું પરંતુ આચનકથી જ પાણીના સ્તરમાં વધારો (Ladakh Flood) થવાને કમનસીબે આ દુર્ઘટના બની છે.

જોકે, જાનહાનિનો ચોક્કસ આંકડો હજી સુધી જાની શકાયો નથી. સંરક્ષણ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

તપાસ કામગીરી ચાલી રહી છે 

આ બાબતે (Ladakh Flood) અધિકારીઓ સતત અપડેટ આપી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યારે આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈપણ જાનહાનિ ન થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે પાંચ જેટલા સણીકો ડૂબી ગયાં હોવાની માહિતી મળી રહી છે, તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. મોટા પાયે પૂરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે લદ્દાખમાં સેનાનું એક વાહન ખાડામાં ગરકાવ થઈ ગયું હતું. જેને કારણે નવ જેટલા જવાનો શહીદ થયા હતા. અહીં દુર્ગમ વિસ્તારોમાં વાદળ ફટવાને કે ભૂસ્ખલનને કારણે પર્વતીય નદીઓમાં પાણીનું સ્તર અચાનક વધી જતું હોય છે. જેને કારણે આવી દુર્ઘટના થતી હોય છે.

 

national news ladakh indian army india