04 November, 2024 02:13 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે
૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગઈ કાલે પંચ દસમ જન અખાડા અને જૂના અખાડાના સાધુઓએ નગરપ્રવેશ કર્યો હતો. નગરમાં પ્રવેશનારા કેટલાક સાધુઓ તેમના ખાસ અંદાજને કારણે લોકોની નજરે પણ ચડવા લાગ્યા છે. એક સાધુબાવાના ગળામાં જે માળા લટકતી હતી એના પર ‘પાગલબાબા’ લખેલું હતું અને તેમના એક હાથ પર ‘પાગલ’ લખ્યું હતું. આ બાબા વારાણસીના મણિકર્ણિકા તીર્થથી પ્રયાગરાજ આવ્યા છે.૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગઈ કાલે પંચ દસમ જન અખાડા અને જૂના અખાડાના સાધુઓએ નગરપ્રવેશ કર્યો હતો. નગરમાં પ્રવેશનારા કેટલાક સાધુઓ તેમના ખાસ અંદાજને કારણે લોકોની નજરે પણ ચડવા લાગ્યા છે. એક સાધુબાવાના ગળામાં જે માળા લટકતી હતી એના પર ‘પાગલબાબા’ લખેલું હતું અને તેમના એક હાથ પર ‘પાગલ’ લખ્યું હતું. આ બાબા વારાણસીના મણિકર્ણિકા તીર્થથી પ્રયાગરાજ આવ્યા છે.