મહાકુંભમાં જમાવટ કરી રહ્યા છે કાંટેવાલા બાબા

17 January, 2025 08:25 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

આ બાબાનું નામ રમેશ કુમાર માંઝી છે અને તેઓ સંગમતટ પર કાંટાઓ પર બેસીને અચરજ ફેલાવી રહ્યા છે

કાંટેવાલા બાબા

મહાકુંભમાં જાતજાતના બાબાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને એમાં હવે કાંટેવાલા બાબાનો ઉમેરો થયો છે. આ બાબાનું નામ રમેશ કુમાર માંઝી છે અને તેઓ સંગમતટ પર કાંટાઓ પર બેસીને અચરજ ફેલાવી રહ્યા છે. કાંટેવાલા બાબા કહે છે, ‘હું ગુરુની સેવા કરું છું. ગુરુએ અમને જ્ઞાન આપ્યું અને સંપૂર્ણ તાકાત આપી. આ બધી ભગવાનની કૃપા છે જે મને કાંટાઓ પર બેસવામાં મદદ કરે છે. આવું કરવાથી મારા શરીરને ફાયદો થાય છે, આનાથી મને ક્યારેય કોઈ નુકસાન નથી થયું. મને જે

દ​િક્ષણા મળે છે એનો અડધો ભાગ હું દાનમાં આપી દઉં છું અને બાકીનો હિસ્સો મારા ખર્ચ માટે રાખું છું.’

kumbh mela prayagraj uttar pradesh national news news