કલકત્તાના બળાત્કારી હત્યારાને જેલની સબ્ઝી- રોટી ભાવી નથી રહી, તેને એગ-ચાઉમીન ખાવું છે

01 September, 2024 09:14 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

તેણે સબ્ઝી-રોટી જેવા સાદા ભોજનના સ્થાને એગ-ચાઉમીન આપવામાં આવે એવી માગણી કરી હતી

આરોપી

કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેનારા ૩૩ વર્ષના આરોપી સંજૉય રૉયને કલકત્તાની પ્રેસિડન્સી કરેક્શનલ હોમ જેલમાં રાખવામાં આવ્યો છે અને ત્યાં તેને જેલમાં સબ્ઝી-રોટી આપવામાં આવે છે જે તેને પસંદ નથી. તેણે અલગ ભોજન અને એગ-ચાઉમીન જેવું ચાઇનીઝ ભોજન આપવામાં આવે એવી માગણી કરી છે.

અહેવાલોમાં જણાવાયું છે કે તેણે સબ્ઝી-રોટી જેવા સાદા ભોજનના સ્થાને એગ-ચાઉમીન આપવામાં આવે એવી માગણી કરી હતી, પણ જેલના અધિકારીઓએ તેને કહી દીધું હતું કે જેલના નિયમો મુજબ કેદીઓને આ જ ખાવાનું આપવામાં આવે છે અને એ તેણે ખાવું પડશે. જેલ અધિકારીઓએ ફટકાર લગાવી એટલે તે સબ્ઝી-રોટી ખાવા તૈયાર થયો હતો. જેલમાં સંજૉય રૉયની માગણીઓ ઓછી થતી નથી. તેણે પૉલિગ્રાફ ટેસ્ટ પહેલાં મટન ખાવાની માગણી કરતાં તેને એ આપવામાં આવ્યું હતું. આ સિવાય વધારે સમય સુધી તેને ઊંઘવા દેવામાં આવે એવી માગણી કરી હતી.

kolkata sexual crime Crime News india national news