15 February, 2023 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્દિરા ગાંધી (ફાઈલ તસવીર)
ભારતમાં (India) બીબીસીની (BBC) ઑફિસોમાં દરોડા ચાલુ છે. મંગળવારે ઈનકમ ટેક્સ વિભાગની ટીમ દિલ્હી સહિત અનેક ઑફિસોમાં પહોંચી. IT વિભાગે કહ્યું કે આ એક `સર્વે` છે. હવે દેશ-વિદેશમાં આને મીડિયા પર હુમલો ગણાવવામાં આવ્યો છે. આને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસ સામ-સામા છે. કૉંગ્રેસ આરોપ મૂકી રહી છે કે બીજેપી બીબીસીની ડૉક્યુમેન્ટ્રી બાદ વેરની કાર્યવાહી કરી રહી છે. તો, બીજેપી તેને યાદ અપાવી રહી છે કે ઈન્દિરા ગાંધી પણ બીબીસી પર એકવાર બૅન મૂકી ચૂક્યાં છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગુજરાત રાયટ્સ પર બનેલી બીબીસીની ડૉક્યૂમેન્ટરીના પ્રસારણ પર સ્ટે મૂક્યો હતો. કેન્દ્ર સરકારે પોતાની ઇમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરીને YouTube અને ટ્વિટરને નિર્દેશ આપ્યા કે તે આ ડૉક્યૂમેન્ટરી ખસેડી લે. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પસંદગી કરાયલે વાતો બતાવવામાં આવી છે. તે સમયથી બીબીસી અને મોદી સરકાર સામ-સામા છે.
જ્યારે ઈન્દિરા ગાંધીએ કરી હતી કાર્યવાહી
ઘટના 1970ના દાયકાની છે. ઈન્દિરા ગાંધી 1966માં પહેલીવાર વડાપ્રધાન બન્યાં અને 1970 આવતા-આવતા તેઓ ખૂબ જ તાકાતવાન બન્યાં હતાં. તે સમયે એક ડૉક્યૂમેન્ટરી આવી હતી જેનું નામ હતું `કલકત્તા`. 1968થી 1969માં કલકત્તાની આસપાસ શૂટ કરવામાં આવેલી આ ડૉક્યૂમેન્ટરીમાં કલકત્તાનું પ્રભાવવાદી ચિત્રણ કરવામાં આવ્યું હતું. આને ફ્રેન્ચ ડિરેક્ટર લુઈસ માલેએ બનાવી હતી.
ત્યાર બાદ એવી અનેક ડૉક્યૂમેન્ટરી ફિલ્મો બની જે ભારતની ગરીબીને વધારે બતાવતી હી. આ બધી ડૉક્યૂમેન્ટરી બીબીસી બનાવે અને તેનું પ્રસારણ કરે. ઇન્દિરા ગાંધી આ બધા ખુશ નહોતાં. ભારતીય દૂતાવાસને પણ ફરિયાદો મળી કે આ ડૉક્યૂમેન્ટરી ભારત સાથે પક્ષપાત કરી રહી છે. ભારતીય દૂતાવાસે બીબીસીને કહ્યું કે તે આ ડૉક્યૂમેન્ટરીનું પ્રસારણ અટકાવી દે. જો કે, બીબીસીએ આવું કર્યું નહીં.
આ પણ વાંચો : બીબીસીની ડૉક્યુમેન્ટરી સંપૂર્ણપણે અતિશયોક્તિથી ભરપૂરઃ બ્રિટિશ એમપી
બંધ કરી દેવામાં આવી હતી બીબીસીની ઑફિસ
એક રિસર્ચ પેપર પ્રમાણે, ઈન્દિરા ગાંધીની સરકારે 29 ઑગસ્ટ 1979ના બીબીસીને ભારતમાંથી બહાર કાઢી દીધી અને તેના પર બૅન મૂકી દીધો. જાણીતા પત્રકાર માર્ક ટલી અને સંવાદદાતા રૂની રૉબસનને કહેવામાં આવ્યું કે તે 15 દિવસની અંદર બીબીસીની ઑફિસ બંધ કરી દે.