Union Budget: રેલ બજેટને સામાન્ય બજેટમાં સામેલ કરવા પાછળ શું છે સ્ટોરી?જાણો અહીં

01 February, 2023 01:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બીજા વર્ષ 2017 પહેલા ભારતીય રેલવેનું પોતાનું બજેટ અલગથી રજૂ થતું હતું, જેને પૂરું કરીને સામાન્ય બજેટ સાથે હવે આ રજૂ કરવામાં આવે છે. તો આજે જાણો રેલવે બજેટના સામાન્ય બજેટમાં સામેલ થવાની સ્ટોરી વિશે...

પ્રતીકાત્મક તસવીર

આજે દેશનું સામાન્ય બજેટ (Union Budget) બધા સામે રજૂ થઈ રહ્યું છે, જ્યાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ દેશનું યૂનિયન બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે જણાવવાનું કે મોદી સરકાર લોકસભા ચૂંટણી 2024 પહેલા પોતાનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરે છે, જેને માટે સરકારે વ્યાપક રીતે તૈયારીઓ કરી છે. બીજા વર્ષ 2017 પહેલા ભારતીય રેલવેનું પોતાનું બજેટ અલગથી રજૂ થતું હતું, જેને પૂરું કરીને સામાન્ય બજેટ સાથે હવે આ રજૂ કરવામાં આવે છે. તો આજે જાણો રેલવે બજેટના સામાન્ય બજેટમાં સામેલ થવાની સ્ટોરી વિશે...

આ છે રેલવે બજેટની સામાન્ય બજેટમાં સામેલ થવાની સ્ટોરી
વર્ષ 2017 પહેલા રેલવે બજેટને સામાન્ય બજેટથી જૂદું રજૂ કરવામાં આવતું હતું, તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં 92 વર્ષ જૂની પ્રથાને ખતમ કરી વર્ષ 2017થી રેલવે બજેટની જાહેરાત સામાન્ય બજેટમાં જ થવા માંડી. તો આ પ્રથા સમાપ્ત કરતા સ્વ. નાણામંત્રી અરુણ જેટલીએ આને સામાન્ય બજેટમાં રજૂ કર્યું હતું, તો પહેલા રેલવે બજેટને યૂનિયન બજેટના એક દિવસ પહેલા રેલમંત્રી દ્વારા સંસદના પટલ પર રજૂ કરવામાં આવતું હતું.

કોની સલાહ પર થયો ફેરફાર
જણાવવાનું કે નીતિ આયોગે સરકારને દાયકાઓ જૂની પેટર્ન બદલવાની સલાહ આપી હતી, જ્યાં ઘણાં વિચાર વિમર્શ બાદ સરકારે આને સામાન્ય બજેટમાં સમાવવાને સ્વીકૃતિ આપી. તો આ માટે જુદી જુદી ઑથોરિટીઝ સાથે ઊંડો વિચાર વિમર્શ કર્યા બાદ સરકારે આને સામાન્ય બજેટમાં સમાવવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ આ વિચાર સારો માનવામાં આવ્યો કારણકે સામાન્ય બજેટની તુલનામાં રેલવેના બજેટનો ભાગ ખૂબ જ ઓછો છે.

આ પણ વાંચો : જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ અલગ ટેક્સની જોગવાઈ

આ વર્ષમાં આવ્યું હતું ભારતનું પહેલું રેલવે બજેટ
જણાવવાનું કે ભારતનું પહેલું રેલ બજેટ બ્રિટિશ શાસનના સમયમાં સન 1924માં રજૂ કરવામાં આવ્યું હતું, તો આ અલગ રેલવે બજેટ હતું, કારણકે આ પહેલા રેલવે બજેટનો સમાવેશ સામાન્ય બજેટમાં થતો નહોતો, પણ તે સાથે જ પ્રસ્તુત કરવામાં આવતું હતું. 1920-21માં એકવર્થ કમિટીએ રેલ બજેટને અલગથી રજૂ કરવાને લઈને એક રિપૉર્ટ સોંપ્યો હતો.

railway budget union budget national news business news