ભારતમાં ૨૦૫૦માં હશે ૩૫ કરોડ બાળકો, જે આજ કરતાં ૧૦.૬૦ કરોડ ઓછાં હશે

22 November, 2024 12:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ બાળકોને ક્લાઇમેટ-ચેન્જ જેવા ગંભીર પડકારનો સામનો કરવાનો રહેશે

પ્રતીકાત્મક તસવીર

યુનિસેફના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૩૫ કરોડ બાળકો હશે અને એ આજની સંખ્યાની સરખામણીમાં ૧૦.૬ કરોડ ઓછાં હશે. આ બાળકોને ક્લાઇમેટ-ચેન્જ જેવા ગંભીર પડકારનો સામનો કરવાનો રહેશે.

વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૫૦માં બાળકોને આઠગણી વધારે ગરમીનો સામનો કરવો પડી શકે એમ છે. ઓછી આવક ધરાવતા દેશોમાં બાળકોને વધારે પડકારો સહન કરવા પડશે. ૨૦૫૦ સુધીમાં ભારતની અડધી વસ્તી શહેરોમાં રહેતી હશે. આથી શહેરોમાં બાળકો માટે અનુકૂળ સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, ​​સ્કિલ ડેવલપમેન્ટ અને ટકાઉ શહેરી સંરચનાને પ્રાથમિકતા આપવી પડશે.

india unicef national news life masala