27 June, 2024 07:28 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent
ભારતીય રેલવે માટે વાપરવામાં આવેલી ફાઈલ તસવીર
ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે 62 વર્ષના એક શખ્સનું મોત થઈ ગયું છે. (Indian Railway) હકીકતે નીચેની બર્થ સીટ પર ઊંઘી રહ્યો હતો ત્યારે તેની ઉપરની બર્થ સીટ શખ્સની ઉપર પડી ગઈ. ભારતીય રેલવેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે આ ઘટના ઘટી કારણકે સીટ પર ચેન બરાબર રીતે લગાડવામાં આવી નહોતી.
ટ્રેનમાં જો તમે ઘણીવાર પ્રવાસ કરો છો તો મિડલ બર્થની ચેન લગાડતી વખતે ખાસ ધ્યાન રાખવું. થોડીક અમથી પણ બેદરકારી ભારે પડી શકે છે. સામાન્ય જેવી લાગતી આ વાત જીવલેણ સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે. કેરળના 60 વર્ષીય વ્યક્તિ પર પ્રવાસ દરમિયાન ઉપરવાળી સીટ પડી ગઈ, જેથી તે ઈજાગ્રસ્ત થઈ ગયા.
વાસ્તવમાં, તે જે કોચમાં મુસાફરી કરી રહ્યો હતો તેની ઉપરની બર્થ સીટની ચેન યોગ્ય રીતે લગાવવામાં આવી ન હતી. ઘટના 16 જૂનની છે. કેરળના અલી ખાન એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન મિલેનિયમ સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્લીપર કોચની નીચેની બર્થમાં તેના મિત્ર સાથે આગ્રા જઈ રહ્યા હતા ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
સીટ અચાનક પડી ગઈ અને મૃત્યુ થયું
ટ્રેન તેલંગાણાના વારંગલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ઉપરની સીટ અચાનક પડી ગઈ. જેના કારણે તેના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને રામાગુંડમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેને હૈદરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું 24 જૂને સારવાર દરમિયાન મોત થયું હતું. કેસ નોંધવામાં આવ્યો છે.
રેલવે મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે સંબંધિત મુસાફર S6 કોચની સીટ નંબર 57 (નીચલી બર્થ) પર મુસાફરી કરી રહ્યો હતો. ઉપરના બર્થની ચેઈન યોગ્ય રીતે ઇન્સ્ટોલ ન થવાને કારણે સીટ નીચે પડી હતી. એક યાત્રીએ અપર બર્થ સીટની ચેઈન બરાબર ન પહેરવાને કારણે આ અકસ્માત થયો હતો. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીટ ક્ષતિગ્રસ્ત હાલતમાં નથી. નિઝામુદ્દીન સ્ટેશન પર સીટની તપાસ કરવામાં આવી હતી અને તે બરાબર હોવાનું જાણવા મળ્યું હતું.
રેલ સંબંધિત અન્ય સમાચાર
ખુદાબક્ષોની સમસ્યા
પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે AC લોકલમાં ACમાં પ્રવાસ કરવાની ટિકિટ ન ધરાવતા લોકો પ્રવાસ કરે છે એટલે ટ્રેનોમાં ભારે ભીડ થાય છે. આ માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના થયા બાદ પણ આમ થઈ રહ્યું છે. AC લોકલમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓ સીઝન ટિકિટના દરની અઢીગણી રકમ વધારે ચૂકવે છે. પ્રવાસીઓની માગણી છે કે નિયમિત રીતે ટ્રેનમાં ચેકિંગ કરવાની જરૂર છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોની સાથે ટિકિટચેકરોએ ડબ્બાની અંદર ચેકિંગ કરવાની જરૂર છે. ગિરદીના સમયે RPFના જવાનો ટ્રેનમાં પ્રવાસ ન કરે એવી પણ તેમની માગણી છે.
સન્ડે ટાઇમટેબલ
પ્રવાસીઓ જણાવે છે કે બૅન્ક-હૉલિડેના દિવસે ઉપનગરીય ટ્રેનો સન્ડેના ટાઇમટેબલ મુજબ દોડતી હોય છે જેને કારણે ઘણી AC લોકલની સર્વિસ કૅન્સલ કરી દેવામાં આવે છે. જે લોકો સીઝન પાસ કઢાવે છે તેમને આના કારણે પરેશાની થાય છે. ઘણી પ્રાઇવેટ ઑફિસો બૅન્ક-હૉલિડેના દિવસે ખુલ્લી હોય છે એટલે આવા દિવસોમાં AC લોકલ દોડવી જરૂરી છે. રેલવેએ AC લોકલ માટે અલગથી ટાઇમટેબલ બનાવવાની જરૂર છે.