12 May, 2024 02:56 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
Kejariwal Ki Guarantee: અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે અમે લોકસભા ચૂંટણી 2024 માટે `કેજરીવાલની 10 ગેરન્ટી`ની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મારી ધરપકડને કારણે આમાં મોડું થયું પણ હજીય અનેક ચરણની ચૂંટણી બાકી છે.
રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને મોદીની ગેરંટીની સામે કેજરીવાલની ગેરંટી મૂકી હતી. તેમણે દેશને 10 બાંયધરીઓ આપી છે જે INDI ગઠબંધનની સરકાર આવશે ત્યારે પૂરી થશે. આમાં દેશને 24 કલાક મફત વીજળી, બાળકો માટે સારા અને મફત શિક્ષણની જોગવાઈ અને બધા માટે સારી સારવારની જોગવાઈનો સમાવેશ થાય છે. તેઓ સંપૂર્ણ રીતે તૈયાર થઈને આવ્યા છે કારણ કે કેજરીવાલની ગેરંટી એક બ્રાન્ડ છે. (Kejariwal Ki Guarantee)
આજે અમે લોકસભા ચૂંટણી માટે `કેજરીવાલની 10 ગેરંટી` જાહેર કરવા જઈ રહ્યા છીએ. મારી ધરપકડના કારણે તેમાં વિલંબ થયો હતો પરંતુ હજુ ચૂંટણીના ઘણા તબક્કાઓ બાકી છે. મેં INDI ગઠબંધન સાથે આ અંગે ચર્ચા કરી નથી પરંતુ આ એવી બાંયધરી છે કે તેનાથી કોઈને સમસ્યા નહીં થાય. હું આ ખાતરી આપું છું કે INDI ગઠબંધન સત્તામાં આવ્યા પછી, હું ખાતરી કરીશ કે આ બાંયધરીઓ લાગુ કરવામાં આવે.
Kejariwal Ki Guarantee: કેજરીવાલની 10 મોટી વાતો
1. અમે દેશને મફત વીજળી આપીશું. આ યોજના હેઠળ ગરીબોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. 1.25 લાખ કરોડનો ખર્ચ થશે. ક્યાંય પણ નહીં થાય પાવર કટ.
2. સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં વધુ સારું શિક્ષણ આપવામાં આવશે. આ માટે 5 લાખકરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ માટે 2.5 લાખ કરોડ રૂપિયા રાજ્ય સરકાર અને 2.5 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. દરેક ગામમાં સરકારી શાળાઓ સ્થાપવામાં આવશે.
3. દેશના દરેક નાગરિકને મફત સારવાર આપવામાં આવશે અને સરકારી હોસ્પિટલોની સ્થિતિમાં સુધારો થશે. દરેક જિલ્લામાં સરકારી હોસ્પિટલો સ્થાપવામાં આવશે.
4. અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે અને અગ્નિવીરની નોકરીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
5. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે.
6. એક વર્ષમાં 2 કરોડ રોજગારીનું સર્જન કરવામાં આવશે.
7. દિલ્હી અને પંજાબની જેમ ખરા અર્થમાં ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવામાં આવશે.
8. જીએસટીને પીએમએલએમાંથી બહાર કાઢીને એવી વ્યવસ્થા કરવામાં આવશે જેથી વેપારીઓ મુક્તપણે વેપાર કરી શકે.
9. ચીને જે જમીન પર કબજો કર્યો છે તે પરત લેવામાં આવશે. આ માટે સેનાને છૂટ આપવામાં આવશે.
10. સ્વામીનાથન રિપોર્ટ અનુસાર, ખેડૂતોને તમામ પાક પર એમએસપી નક્કી કરીને સંપૂર્ણ કિંમત આપવામાં આવશે.